બંધ થવા જઈ રહ્યો છે ઈન્ડોનેશિયાનો કોમોડો આયર્લેન્ડ, આ છે કારણ…

જકાર્તાઃ જો વન્યજીવના દિદાર માટે તમે ઈન્ડોનેશિયાના કોમોડો આયર્લેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના નિષ્ફળ બની શકે છે. કારણ કે આ આયર્લેન્ડ બંધ થવા જઈ રહ્યો છે. જો કે સારી વાત એ છે કે આયર્લેન્ડ અસ્થાયી રીતે માત્ર એક વર્ષ માટે બંધ થશે.

આપને જણાવી દઈએ કે પોતાની અદભૂત ખૂબીઓને લઈને આ આયર્લેન્ડ દૂનિયાભરમાં મશહૂર છે. યૂનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં પણ આયર્લેન્ડનું સ્થાન છે. ધરતીની સૌથી વિશાળ ગરોળી અહીંયા મળી આવે છે. આમ છતા પણ આ આયર્લેન્ડને બંધ કરવાની વાત ચોંકાવનારી છે. સ્થાનિય મીડિયા અનુસાર સરકારી અધિકારી એક વર્ષના સમયગાળા માટે આ આયર્લેન્ડને પ્રવાસીઓ માટે બંધ કરી રહ્યા છે.

એક રિપોર્ટમાં માર્ચ મહિનામાં એક તસ્કર સમૂહનો પર્દાફાશ થવાની વાત કહેવામાં આવી હતી. આને જ આયર્લેન્ડ બંધ કરવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તસ્કર સમૂહ 41 ગરોળી આયર્લેન્ડથી લઈ ગયા અને વિદેશમાં 35 હજાર ડોલરમાં વેચી દીધી.

જો કે બીજીતરફ એ પણ કહેવામાં આવી રહ્યું છે ડ્રેગનની જનસંખ્યામાં વધારો કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે, જેથી તેમના રહેણાંક વિસ્તારનું સંરક્ષણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જાનવર પોતાના વિશાળ આકાર માટે જાણીતું છે. આ 10 ફૂટ સુધી વધી શકે છે અને આનું વજન 70 કિલો સુધી હોઈ શકે છે. આ દ્વીપ મુખ્ય રુપે આ જાનવર માટે જ પ્રસિદ્ધ છે. આ આયર્લેન્ડના બંધ થવાથી સ્થાનિક પર્યટન પર તેની અસરો ચોક્કસ પડશે.

યૂનેસ્કોની યાદીમાં સ્થિત કોમોડો આયર્લેન્ડના કોમોડો નેશનલ પાર્કમાં પ્રતિ માસ આશરે 10 હજાર પ્રવાસીઓ આવે છે. યૂનેસ્કોના આંકડાઓ અનુસાર આયર્લેન્ડના નેશનલ પાર્કમાં 5 હજારથી વધારે ડ્રેગન છે. દક્ષિણપૂર્વ એશિયામાં પ્રમુખ પર્યટન સ્થળ પર પ્રતિબંધ લગાવવાના સમાચારોમાં કોમોડો આયર્લેન્ડ પર પ્રતિબંધ એ નવો મામલો છે. આ પહેલા થાઈલેન્ડના માયા ખાડીને જૂન 2018માં બંધ કરી દેવામાં આવી હતી. આ ક્ષેત્રની માવજત કરવા માટે તેને બંધ કરવામાં આવ્યું હતું.