રશિયાઃ 7.5 ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની આશંકા

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે, તો બીજી તરફ રશિયામાં અન્ય એક મુશ્કેલીમાં ઘેરાયું છે. રશિયામાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. રશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા 7.5 રિક્ટર સ્કેલના હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે.

રશિયામાં આવેલો આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ જોઈએ તો, ત્યાં બુધવારના બપોરે અનુભવાયા હતા. ભૂકંપ બાદ અહીં સુનામી આવવાના પણ અણસાર આપ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, હજૂ સુધી કોઈ જાનહાનીની ખબર આવી નથી.

મહત્વનું છે કે, સેવેરો-કુરિલ એક નાનુ એવું શહેર છે. જ્યાંની વસ્તી લગભગ 2500ની છે. અગાઉ આ ભૂકંપની તિવ્રતા 7.8 જણાવવામાં આવી હતી. પણ બાદમાં તે 7.5 નોંધાઈ છે.