વોટ્સએપ પર રેડ-ઇમોજી મોકલવા ભારે પડી શકે આ દેશમાં

રિયાધઃ વોટ્સએપ પર રેડ હાર્ટ ઇમોજી મોકલવું ભારે પકડવી શકે છે. જો તમે સાઉદી અરેબિયામાં વોટ્સએપ પર રેડ હાર્ટ ઇમોજી મોકલશો તો તમને એ મુશ્કેલીમાં મૂકી શકે છે. સાઇબર ક્રાઇમના નિષ્ણાતે લોકોને વોટ્સએપ પર રેડ હાર્ટ ઇમોજીના ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે, એમ ગલ્ફ ન્યૂઝપેપર ઓકાઝનો અહેવાલ કહે છે. જો રિસીવર કેસ દાખલ કરશે તો વોટ્સએપ પર રેડ હાર્ટ ઇમોજી મોકલવું એ ઉત્પીડન ગુનો છે, એમ સાઉદી અરેબિયા એન્ટિ-ફ્રોડ એસોસિયેશનના સભ્ય મોતાર્ઝ કુત્બીએ કહ્યું હતું.

વોટ્સએપ રેડ હાર્ટ ઇમોજી મોકલનારને સાઉદી કાયદા અનુસાર દોષિત માલૂમ પડશે તો તે-તેણીને SR (સાઉદી રિયાધ) 1,00,000 (રૂ.0. 19,90,000)ના દંડ સાથે બેથી પાંચ વર્ષની જેલની શક્યતા પણ થઈ શકે છે. આ ઉપરાંત જો કાયદાનું વારંવાર ઉલ્લંઘન થાય તો જેતે વ્યક્તિને પાંચ વર્ષની જેલની સજાની સાથે SR 3,00,000 સુધીના દંડની જોગવાઈ છે.

કુત્બીએ એ પણ ખુલાસો કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિને યૌન સંબંધની સાથે, કાર્ય અથવા ઇશારો- કે જે તેની લાગણી દુભાય અથવા સન્માનને ઠેસ પહોંચે છે તો તેને તેના ઉત્પીડનના રૂપમાં વ્યખ્યાયિત કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ રેડ ઇમોજીના ઉપયોગ પર પણ પ્રતિબંધિત છે.

જોકે વાબીટાઇન્ફોએ એક વિડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે નવા એનિમેટેડ હાર્ટ ઇમોજી કેવા દેખાશે. આ ઇમોજી પહેલેથી જ વોટ્સએપ વેબ અને વિન્ડોઝ એપ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે.