ઉત્તર કોરિયા પર ભૂખમરાનું સંકટઃ લોકોને અનાજની અછત

સિયોલઃ કોરોના રોગચાળાએ વિશ્વભરમાં ખાદ્ય સંકટ પેદા કર્યું છે. એની અસર ઉત્તર કોરિયામાં પણ દેખાવા લાગી છે. વૈશ્વિક રોગચાળા પછી લોકો અનાજથી અછતથી ઝઝૂમી રહ્યા છે. ઉત્તર કોરિયામાં એક મોટી વસતિ હાલના સમયે ભૂખમરાનો શિકાર છે, પણ ઉત્તર કોરિયાના એક્સપર્ટનું માનવું છે કે દેશમાં જોકે હાલ દુકાળ જેવી સ્થિતિ નથી.

ઉત્તર કોરિયામાં એ ચર્ચા ચાલી રહી છે કે સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની બેઠક ફેબ્રુઆરીની અંતમાં થવાની છે. આ બેઠકનો એજન્ડા અત્યાર સુધી સામે નથી આવ્યો, પણ વર્કર્સ પાર્ટીની પોલિટ બ્યુરોએ કહ્યું હતું કે કૃષિ વિકાસમાં મોટા ફેરફારની જરૂર છે. એ સાથે કૃષિ વિકાસ માટે તમામ પગલાં લેવાની જરૂર છે, જે ઉચિત છે. સિયોલમાં ક્યુંગનામ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇર્સ્ટન સ્ટડીઝના પ્રોફેસર એઉલ ચુલનું કહેવું છે કે ખાદ્ય સમસ્યાને હલ કર્યા વિના કિમ જોંગ ઉન પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ નહીં વધારી શકે, કેમ કે એવું કરવાથી જનતાના ટેકાને ધક્કો લાગી શકે છે.

ઉત્તર કોરિયા કોઈ પહેલી વાર ભૂખમરાનો સામનો નથી કરી રહ્યું. જોકે ખાદ્ય સંકટની સટિક સ્થિતિ જાણવી મુશ્કેલ છે. વર્ષ 1990માં ઉત્તર કોરિયા પહેલે પણ આ સંકટનો સામનો કરી ચૂક્યું છે. એ વખતે લાખો લોકોનાં મોત થયાં હતા. ત્યારથી અત્યાર સુધી ઉત્તર કોરિયા આ સંકટથી ઝઝૂમી રહ્યું છે. કિમ જોંગે દેશમાંથી ભૂખમરો દૂર કરવાનું વચન આપ્યું હતું, પણ પરમાણુ કાર્યક્રમને કારણે ઉત્તર કોરિયા પર કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. એને કારમે દેશમાં એ સંકટ ઘેરાતું ગયું હતું.