અમેરિકામાં એમટ્રેક ટ્રેન, માલગાડી અથડાતાં બે જણનાં મરણ, 70 ઘાયલ

વોશિંગ્ટન – સાઉથ કેરોલીનામાં આજે એક એમટ્રેક પેસેન્જર ટ્રેન એક ગૂડ્સ ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા બે જણનાં મરણ નિપજ્યાં છે અને બીજાં 70 જણને ઈજા થઈ છે.

બે મરણ એમટ્રેક ટ્રેનના પ્રવાસીનાં થયા છે.

કોઈક ઈજાગ્રસ્તોને મામુલી ઈજા થઈ છે તો કોઈકને હાડકામાં ફ્રેક્ચર થયાં છે.

તે ટ્રેન ન્યૂ યોર્કથી માયામી જતી હતી. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે લગભગ 2.35 વાગ્યે તે એક ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. એને કારણે ટ્રેનનું એન્જિન તથા અમુક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં આઠ રેલવે કર્મચારીઓ તથા આશરે 139 પ્રવાસીઓ હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ અકસ્માતના બનાવમાં તપાસ શરૂ કરી છે.