મિડિલ ઈસ્ટમાં શનિવારે પરિસ્થિતિ ત્યારે અચાનક યુદ્ધ જેવી બની ગઈ જ્યારે Israel અને United States એ સંયુક્ત રીતે Iran પર મોટો હુમલો કર્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઇરાનને ખુલ્લી ચેતવણી આપી રહ્યું હતું અને તણાવ સતત વધી રહ્યો હતો. આ હુમલાઓ બાદ ઇરાને પણ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરતાં મિડિલ ઈસ્ટના કેટલાંક દેશોમાં આવેલા અમેરિકન મિલિટરી બેઝને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.
ઇરાનના દાવા અનુસાર તેણે ઓછામાં ઓછા 14 અમેરિકન મિલિટરી બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેમાં સેકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જોકે, અમેરિકી તરફથી અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. Reuters ના અહેવાલ મુજબ IRGC ખાતમ ઓલ અંબિયા કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે 14 બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા અને સૈનિકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ઇરાન દ્વારા નિશાન બનાવાયેલા સ્થળોમાં Qatar, Bahrain, United Arab Emirates, Iraq અને Kuwait સામેલ હોવાનું જણાવાયું છે. ઇરાને દાવો કર્યો કે દુબઈના પ્રખ્યાત Palm Jumeirah વિસ્તારમાં આવેલી એક હોટલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચિંતા ઊભી કરી છે.
ઇઝરાયલના રક્ષા મંત્રી Israel Katz એ જણાવ્યું કે ઇઝરાયલે પોતાના વિરુદ્ધ ઊભા થતા ખતરાને દૂર કરવા માટે પૂર્વસાવચેત હુમલો કર્યો હતો. તેમણે દેશમાં ઇમરજન્સી જાહેર કરવાની માહિતી આપી અને ચેતવણી આપી કે ઇરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાની શક્યતા છે.
ઇરાનમાં થયેલા હુમલાઓમાં આશરે 80 વિદ્યાર્થીનીઓના મોત થયા હોવાનું જણાવાયું છે. તેહરાન ઉપરાંત Qom, Isfahan, Karaj અને Kermanshah શહેરોમાં પણ વિસ્ફોટોની માહિતી મળી છે. અહેવાલો મુજબ રાજધાનીમાં અનેક વિસ્તારોમાં ધડાકાની અવાજો સાંભળવામાં આવ્યા અને ધુમાડાના ગોટાળા દેખાયા.
કેટલાક મીડિયા અહેવાલોમાં ઇરાનના રક્ષા મંત્રી Amir Nasirzadeh અને રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર Mohammad Pakpour ના મૃત્યુનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજી થઈ નથી.


