બારામતી: NCP (SP)માં સંભવિત ફૂટ અને NDAમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે પાર્ટીના પ્રમુખ શરદ પવારે શનિવારે આ મુદ્દે મૌન જાળવ્યું હતું. જ્યારે તેમને પાર્ટીમાં સંભવિત વિભાજન અને NDAમાં જોડાવાની અટકળો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે હાલમાં આ વિષય પર વાત કરવાનો સમય નથી.
ફૂટની અટકળોને પવારે અગાઉ નકારી હતી
ઉલ્લેખનીય છે કે શરદ પવારનો આ અભિગમ જૂનમાં આપેલા તેમના નિવેદનથી અલગ માનવામાં આવી રહ્યો છે. તે સમયે તેમણે પાર્ટીમાં કોઈ પણ પ્રકારની આંતરિક ફૂટની વાતોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે શિવસેના (UBT)ના સાંસદોમાં ફૂટ પડી છે, પરંતુ તેમની પાર્ટીનો કોઈ સાંસદ પક્ષ છોડશે નહીં. શનિવારે પણ શરદ પવારે NCP (SP)ના NDAમાં જોડાવા અથવા પાર્ટીમાં સંભવિત વિભાજન સંબંધિત પ્રશ્નોના સીધા જવાબ આપ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે હાલમાં આ મુદ્દે ચર્ચા કરવી યોગ્ય નહીં ગણાય.
સુપ્રિયા સુળેએ પણ આપ્યું હતું સ્પષ્ટ નિવેદન
પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુળેએ પણ NDA સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધન, વિલીનીકરણ અથવા પડદા પાછળ ચાલી રહેલી ચર્ચાઓના અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેમણે તાજેતરમાં X પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે સીમાંકન (Delimitation) મુદ્દે પાર્ટીનું વલણ દર્શાવતા કેટલાક મિડિયા રિપોર્ટ્સ ખોટા છે અને માત્ર અટકળો પર આધારિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી આવું કોઈ વિધેયક રજૂ કરવામાં આવ્યું નથી.
प्रसारमाध्यमांमध्ये मतदारसंघ पुनर्रचने संदर्भात राष्ट्रवादी काँग्रेस पार्टी-शरदचंद्र पवार पक्षाच्या भूमिकेबाबत अलिकडे आलेल्या बातम्या चुकीच्या आहेत आणि केवळ तर्कवितर्कांवर आधारीत आहेत. या विषयावर मी किंवा आमच्या पक्षाने कोणत्याही माध्यमांशी कोणतीही अधिकृत चर्चा केली नाही. आमच्या…
— Supriya Sule (@supriya_sule) July 15, 2026
મુંબઈમાં મોડી રાત્રે થયેલી બેઠકથી અટકળોને બળ મળ્યું
હકીકતમાં, આ અટકળોને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે મુંબઈમાં મોડી રાત્રે NCP (SP)ના નેતા જયંત પાટીલ, સત્તારૂઢ NCPના નેતા પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક યોજાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.




