ઇઝરાયેલ-ઇરાન યુદ્ધઃ 200 લોકોનાં મોત, 700 ઘાયલ

નવી દિલ્હીઃ સોમવારે વહેલી સવારે લેબેનોનના આતંકવાદી સંગઠન હિજબુલ્લા દ્વારા સરહદ પાર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા બાદ ઇઝરાયલે બેરુત પર હવાઈ હુમલા કર્યા હતા. એક વર્ષથી વધુ સમય પછી પહેલી વાર હિજબુલ્લાએ ઇઝરાયેલ પર સીધા હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે એક મિસાઇલને અવરોધવામાં આવી હતી, જ્યારે અન્ય ખુલ્લા વિસ્તારોમાં પડી હતી. કોઈના ઇજાગ્રસ્ત થવા કે નુકસાનની માહિતી મળી નથી. હિજબુલ્લાએ પોતાની કાર્યવાહી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીની હત્યા અને ઇઝરાયેલની વારંવારની આક્રમક કાર્યવાહીનો બદલો હોવાનું જણાવ્યું હતું.

ઈરાને ઇઝરાયેલ અને અમેરિકી સેનાને આશ્રય આપતા ખાડી દેશોને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલાથી જવાબ આપ્યો. યેરુશલેમમાં થયેલા મિસાઇલ હુમલામાં સાત લોકો ઘાયલ થયા, જ્યારે અન્ય હુમલાઓમાં ખાડી વિસ્તારમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં. યુનાઇટેડ સ્ટેટ્સ અને અનેક આરબ સાથી દેશોએ ઈરાનની કાર્યવાહીનો નિંદા કરતાં તેને ગેરજવાબદાર અને અસ્થિરતા પેદા કરનાર ગણાવી. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ પોતાના વિસ્તારોની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને જવાબી કાર્યવાહીનો અધિકાર સુરક્ષિત રાખ્યો હતો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે આ અભિયાન દરમિયાન ત્રણ અમેરિકી સૈનિકો શહીદ થયા છે અને વધુ જાનહાનિ થવાની શક્યતા અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામનું આ અભિયાન લગભગ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે અને તમામ લક્ષ્યો હાંસલ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે ઈરાની સેનાને આત્મસમર્પણ કરવાની અપીલ કરી અને ઈરાનના નાગરિકોને બળવો કરવા આહ્વાન કર્યું.

ઇઝરાયેલ–ઈરાન યુદ્ધ: અપડેટ્સ

  • ઈરાની રેડ ક્રેસેન્ટ મુજબ દેશભરમાં ઓછામાં ઓછા 201 લોકોનાં મોત થયાં છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓમાં દક્ષિણ ઈરાનની એક ગર્લ્સ સ્કૂલ પણ સામેલ છે, જ્યાં ઓછામાં ઓછા 85 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.
  • આ હુમલાઓમાં આઈઆરજીસી (IRGC)ના કમાન્ડ સેન્ટરો, મિસાઈલ લોન્ચિંગ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તહેરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીની કચેરીઓ નજીક મોટા વિસ્ફોટોની માહિતી મળી છે.
  • ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેમની માહિતી મુજબ સર્વોચ્ચ નેતા અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન બંને હાલ જીવિત છે. જોકે ઈરાનમાં લગભગ સંપૂર્ણ ઇન્ટરનેટ બંધ હોવાથી સંચાર વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.
  • ઈરાનના જવાબી હુમલાઓને કારણે કુવૈત, અબુ ધાબી અને દુબઈના એરપોર્ટ પર ભારે અવરોધ સર્જાયા છે. ઉપરાંત બહરીન, જોર્ડન અને સાઉદી અરેબિયામાં પણ ભારે ગોળીબાર અને ડ્રોન હુમલાઓ નોંધાયા છે.