જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો જંતર મંતર 2.0 શરૂ થશેઃ અભિજિત દીપકે

નવી દિલ્હીઃ ધ ઇન્ડિયન એક્સપ્રેસની ચૂંટણી પંચ અને SIR અંગેના રિપોર્ટ બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. દીપકેએ કહ્યું હતું કે જો 48 કલાકમાં જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો જંતર-મંતર 2.0 શરૂ કરવામાં આવશે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની તપાસમાં SIR પ્રક્રિયા અને તેને લઈને ચૂંટણી પંચની અંદર ઊભા થયેલા મતભેદો અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

રિપોર્ટ મુજબ આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની અંદર જ તેના અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સવાલો ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરો—સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ઉઠાવ્યા હતા.

જ્ઞાનેશકુમાર દેશના સૌથી મોટા ગદ્દાર છે—અભિજિત દીપકે

દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ચૂંટણી પંચ સાથે જોડાયેલો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેનાથી સાબિત થાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દેશના સૌથી મોટા ગદ્દાર છે. તેઓ આ દેશના સૌથી મોટા રાષ્ટ્રદ્રોહી છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. જ્ઞાનેશકુમાર ભારતના લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે.

જ્યારથી જ્ઞાનેશકુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે, ત્યારથી સરકાર નક્કી કરી રહી છે કે કોને મત આપવો અને કોને નહીં. શું આ જ લોકતંત્ર છે? કુલ મળીને 13 કરોડથી વધુ મત કાપવામાં આવ્યા છે. આ કોઈ નાની સંખ્યા નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને એનડીએ વચ્ચેનું માર્જિન માત્ર બે ટકા હતું. 13 કરોડ મત ડિલીટ કરવા એટલે કુલ મતોના લગભગ 13થી 14 ટકા મત ડિલીટ કરવા સમાન છે. શું જ્ઞાનેશકુમાર જાણીજોઈને આ મતો ડિલીટ કરી રહ્યા છે, જેથી બે ટકાનો ગેપ વધી જાય અને તેઓ ક્યારેય પદ પરથી ન જાય? આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? આટલા બધા મત ડિલીટ કરવાની જરૂર શા માટે પડી?

મજબૂત નેતાઓને ખતમ કરવામાં આવી રહ્યા છે’— દીપકે

અભિજીત દીપકેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે હોય, એનસીપી, સ્ટાલિન, પિનરાઈ વિજયન, અરવિંદ કેજરીવાલ અથવા મમતા બેનર્જી—આ મુખ્ય મંત્રીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવ્યા અને હરાવવામાં આવ્યા. આ માત્ર એક સંયોગ ન હોઈ શકે. એક સ્પષ્ટ પેટર્ન છે.