ગુજરાત અને જાપાન વચ્ચેના ઐતિહાસિક અને આર્થિક સંબંધોને નવી દિશા આપવા માટે મુંબઈ સ્થિત જાપાનના કોન્સલ-જનરલ હિતોમી સાતોએ ગુજરાતની બે દિવસીય સત્તાવાર મુલાકાત લીધી હતી. અમદાવાદ સ્થિત જાપાનના ઓનરરી કોન્સલ મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને ક્ષેત્રો વચ્ચે વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધુ સુદ્રઢ કરવાનો હતો.

રાજ્યના રાજકીય અને પ્રશાસનિક નેતૃત્વ સાથે વ્યૂહાત્મક મંથન
પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન કોન્સલ-જનરલ હિતોમી સાતોએ રાજ્યના ટોચના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

રાજ્યપાલસાથે સૌજન્ય મુલાકાત
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આર્થિક સહયોગ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધો વધારવા પર વિશેષ ભાર મુકીને જાપાન-ગુજરાતના બહુઆયામી સંબંધો અંગે અર્થપૂર્ણ ચર્ચા કરી હતી. રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે યોજાયેલી સૌજન્ય મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને પીપલ-ટુ-પીપલ (પ્રજા વચ્ચેના) કનેક્ટિવિટીને વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી સાથે ઉચ્ચ-સ્તરીય ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં ગુજરાતમાં જાપાનીઝ રોકાણના વિસ્તાર, જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રંત ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વતૈયારીઓ તેમજ ભારત-જાપાન રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી અંગે સવિસ્તાર ચર્ચા થઈ હતી.

મુખ્ય સચિવશ્રી સાથે ઈકોનોમિક રોડમેપ: રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સાથે યોજાયેલી વ્યૂહાત્મક બેઠકમાં દ્વિપક્ષીય આર્થિક સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી સાથે સંવાદ
કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત-જાપાન સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની પરસ્પર પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં હર્ષ સંઘવીની તાજેતરની જાપાન મુલાકાતના અનુભવો અને ભવિષ્યના સહયોગ માટેના મુખ્ય ક્ષેત્રો વિશે વાતચીત થઈ હતી.

ધોલેરા SIR અને મેટ્રો પ્રોજેક્ટનું પ્રત્યક્ષ નિરીક્ષણ
કોન્સલ-જનરલ હિતોમી સાતોએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (એસઆઈઆર)ની મુલાકાત લીધી હતી. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ) અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધિકારીઓએ કોન્સલ-જનરલને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા અને તેની સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા.

ધોલેરા SIR અને સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ: કોન્સલ-જનરલ હિતોમી સાતોએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ની મુલાકાત લીધી હતી. જ્યાં DICDL અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના ઉચ્ચ અધિકારીઓએ દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની પ્રગતિ અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી હતી.
ગુજરાત મેટ્રોમાં મુસાફરી: કોન્સલ-જનરલ હિતોમી સાતો અને ઓનરરી કોન્સલ મૂકેશ પટેલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજર શ્રી સંજીવ મહેતાની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રોમાં મુસાફરીનો અનુભવ લીધો હતો. શ્રી સાતોએ મેટ્રોપોલિટન વિસ્તારમાં શહેરી પરિવહન કામગીરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો અને ટ્રાન્ઝિટ કનેક્ટિવિટીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

અમદાવાદમાં કોન્સલ-જનરલ હિતોમી સાતોનું આતિથ્ય કરવું એ અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગુજરાત ઔદ્યોગિક ઇનોવેશન, શિક્ષણ અને સાંસ્કૃતિક વિચારસરણી ક્ષેત્રે જાપાન સાથે ઊંડો નાતો ધરાવે છે. આ મુલાકાત પ્રાદેશિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સતત સુધારાના ‘કાઇઝન’ (Kaizen) સિદ્ધાંતને પ્રોત્સાહિત કરશે.




