જાપાનના રાજદૂત કેઇચીઓનો દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદઃ ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન ઓફ ગુજરાત (IJFA)એ પાંચ દાયકાથી વધુ સમયથી અનન્ય ઓળખ અને સદ્ભાવનાનો આનંદ માણ્યો છે, જે ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ ધપાવવામાં અગ્રેસર છે. ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન ગુજરાત દ્વારા ગર્વભેર તેની સુવર્ણ જયંતી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ૧૯૭૫માં તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનાં ૫૦ યાદગાર વર્ષોનું પ્રતીક અને ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ છે.

આ મહત્વપૂર્ણ અવસરે સુપ્રતિષ્ઠિત મુખ્ય અતિથિ- ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ કેઇચીઓનો, ભારતમાં ગુજરાતના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ, AMAના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા અને ભારતમાં જાપાન એમ્બેસીના ઈકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર ક્યોકો હોકુગો ઉજવણીમાં જોડાયાં હતાં તેમણે “જાપાન આર્ટોપીડિયા”નું વિમોચન કર્યું હતું કે જે “ટાઈમલેસ આર્ટ્સ વુવન ટુગેધર… અનફોલ્ડિંગ ધ જાપાનીઝ સ્પિરિટ.” પર પ્રકાશ પાડે છે અને સાહિત્યિક કલા, લલિત કલા, પર્ફોર્મિંગ આર્ટ્સ અને માર્શલ આર્ટ્સ સહિત વિવિધ જાપાનીઝ કલા સ્વરૂપો પ્રદર્શિત કરે છે.

“કેમ છે – કોનિચિવા” થીમ હેઠળની આ ઉજવણીમાં “ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન”ના અનોખા સાંસ્કૃતિક અને રસોઈ બનાવવાના અનુભવો આપવામાં આવ્યા હતા.

સુવર્ણ જયંતી ઉજવણીના ઔપચારિક લોન્ચમાં “કમ્પાઈ” ટોસ્ટ અને રસોઈ બનાવવાનો અનુભવ “ઓઈશી: નિપ્પોનનો સ્વાદ… ગુજરાતી અંદાજમાં.”નો સમાવેશ થતો હતો, જેમાં સાત પ્રકારના ગુજરાતી-જાપાનીઝ ફ્યુઝન ડિનર હતું. આ અનોખી પહેલ અમદાવાદ, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ  મુકેશ પટેલ દ્રારા પ્રેરિત અને હયાત રિજન્સી અમદાવાદ દ્રારા સમર્થિત હતી.