અભિનેત્રી સ્વાર ભાસ્કરે ફિલ્મ ‘પદ્માવત’ની વાર્તા પર ટિપ્પણી કર્યા બાદ તેણીને ટ્રોલ કરવામાં આવી. હવે અભિનેત્રીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપી છે.

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિવાદમાં ફસાઈ છે. તાજેતરમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેણે ફિલ્મ ‘પદ્માવત’ની વાર્તા પર વાંધો વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું. કેટલાક લોકોએ અભિનેત્રીના નિવેદનની ટીકા કરી હતી. અભિનેત્રીએ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી છે. સ્વરાએ દાવો કર્યો છે કે તેના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
સ્વરાએ સ્પષ્ટતા કરતા વીડિયોમાં કહ્યું કે ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં બિલકુલ એવું કહ્યું નથી કે રાણી પદ્માવતી કાયર હતા અથવા તેની સાથે જૌહર કરનારી સ્ત્રીઓ કાયર હતી.’
અભિનેત્રીએ ટ્રોલ્સ પર નિશાન સાધ્યું
ત્યારબાદ તેણીએ તેના દરેક નિવેદનનો હિન્દીમાં અનુવાદ કર્યો જેથી તેના અનુયાયીઓને ખબર પડે કે તેણી શું બોલી છે. ટ્રોલ્સ પર વળતો પ્રહાર કરતા સ્વરાએ કહ્યું કે જો લોકો ભાષા સમજી શકતા નથી, તો તેમણે ખોટા દાવા ફેલાવવાને બદલે પૂછવું જોઈએ કે તેણીએ ખરેખર શું કહ્યું. તેણીએ ઉમેર્યુ કે જે લોકો મને ગાળો આપવા માંગે છે, આપો પણ યોગ્ય બાબતે.
સ્વરાએ પોતાનો મુદ્દો સમજાવ્યો
પોતાના અગાઉના નિવેદનની સ્પષ્ટતા કરતા સ્વરાએ કહ્યું કે ‘પદ્માવત’ના ક્લાઇમેક્સને જોતી વખતે તેણીને લાગ્યુ કે ‘ભગવાન ના કરે, પણ જો હું દુષ્કર્મની પીડિતા હોત અને હું મારી જાતને ન મારતો તો હું પોતાને ડરપોક સમજત.’ તેણીએ સમજાવ્યું કે તેણીએ આ ટિપ્પણી એ હકીકતના સંદર્ભમાં કરી હતી કે દુષ્કર્મ સમાજમાં મહામારી બની ગઈ છે.
અભિનેત્રીએ પછી પૂછ્યું,’શું આપણે એવી ફિલ્મ બનાવવી જોઈએ જે સંદેશ આપે કે સ્ત્રીની શારીરિક શુદ્ધતા તેના જીવન કરતાં વધુ મૂલ્યવાન છે? શું આપણે આપણી દુષ્કર્મ પીડિતોને સંદેશ આપવો જોઈએ કે જો તમે મરી ગયા હોત તો સારું થાત? શું બળાત્કાર પછી સ્ત્રીનું જીવન સમાપ્ત થાય છે?”
સ્વરાએ નિર્ભયાને યાદ કરી, જેણે છેલ્લા શ્વાસ સુધી છ આરોપીઓ સામે લડત આપી હતી. તેણીએ નિષ્કર્ષમાં કહ્યું,’સ્ત્રીની જીવવાની ઇચ્છાને ક્યારેય ઓછી ન આંકશો.’
સ્વરાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું,’મારી વિડિઓ ક્લિપ વાયરલ થઈ ગઈ છે અને તેનું ખોટું અર્થઘટન અને ખોટું ભાષાંતર કરવામાં આવી રહ્યું છે! મેં ક્યારેય કહ્યું નથી કે રાણી પદ્માવતી કે સતી કરનારી કોઈપણ મહિલા કાયર હતી. તે શરમજનક છે કે લોકો વારંવાર ખોટા આરોપો લગાવી રહ્યા છે અને લોકોને ઉશ્કેરી રહ્યા છે. બળાત્કાર થયા પછી પણ મહિલાઓને જીવવાનો અધિકાર છે.’




