જેડબ્લુએ રક્તદાન શિબિરોનું આયોજન કરીને 44મી વર્ષગાંઠ ઉજવી

અમદાવાદ: જેડબ્લુએ દશેરાના દિવસે 44મા સ્થાપના દિનની ઉજવણી રક્તદાન શિબિરો યોજીને કરી. પુરુષોના લકઝરી લાઈફ સ્ટાઇલ રિટેઇલ સ્ટોર એવા જેડબ્લુએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમા આવેલ શોરૂમ પર રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું.અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહે પણ રક્તદાન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સીજી રોડ પર આવેલા શોરૂમની મુલાકાત લીધી હતી. આ વર્ષે, વિવિધ શહેરોમાં 550થી વધુ રક્તદાતાઓએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં ડાયરેકટર્સ, સ્ટાફ મિત્રો, ગ્રાહકો અને પડોશી સ્ટોર સભ્યોએ ભાગ લીધો હતો.જેડબ્લુની 44મી વર્ષગાંઠ એ માત્ર તેમની સફળતાની જ નહીં, પરંતુ જરૂરિયાતના સમયે એકબીજાને ટેકો આપવા માટે એકસાથે આવતા સમાજની ઉજવણી હતી.