કરણ જોહરે ટોક્સિક લોકો પર કાઢી ભડાસ, જુઓ આ પોસ્ટ

કરણ જોહરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી. જે ખૂબ જ ચર્ચામાં આવી રહી છે. આ પોસ્ટમાં તેમણે સ્વ-મૂલ્ય, નકારાત્મક લોકોથી અંતર અને વ્યક્તિગત વિકાસ વિશે પોતાના વિચારો શેર કર્યા છે.

બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે. તેણે નકારાત્મકતાને અવગણવાની, તમારી જાતને મહત્વ આપવાની અને સારા લોકોની સંગત પસંદ કરવાની સલાહ આપી છે. ઉપરાંત, તેણે શીખવાનું ચાલુ રાખવા અને યોગ્ય તકો અને સંબંધો પર વિશ્વાસ રાખવા વિશે વાત કરી. તેની પોસ્ટમાં ઘણી સ્લાઇડ્સ છે, જેમાં ઊંડા વિચારો લખેલા છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટની વાત કરીએ તો પહેલી સ્લાઇડમાં લખ્યું છે, ‘નિયમ 1, લોકો શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.’ બીજી સ્લાઇડમાં લખ્યું છે, ‘ક્યારેક જ્યારે તમે ત્યાં ન હોવ ત્યારે તમારું મૂલ્ય સમજાય છે.’ ત્રીજી સ્લાઇડમાં લખ્યું છે,’નકારાત્મક લોકોને અવગણવાથી સ્વ-સંભાળ રહે છે. આ સિવાયની અન્ય સ્લાઇડ્સમાં લખ્યું છે કે નાની નાની બાબતોથી વિચલિત થવાથી મોટી વાત થતી નથી, વ્યક્તિએ હંમેશા શીખવાની આદત રાખવી જોઈએ, અને યોગ્ય લોકો તે છે જે તમને સમજે છે અને ટેકો આપે છે. આ પોસ્ટના કેપ્શનમાં કરણે લખ્યું કે, ‘વિચારો સાથે હું સંમત છું…’

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

આ પોસ્ટ પર ઘણા સેલિબ્રિટીઝ કરણની વાતથી સહમત થયા છે. અભિનેતા રોનિત રોયે લખ્યું, ‘હું આ સાથે સહમત છું,હું ઉપર જણાવેલી બાબતોમાં દ્રઢપણે માનું છું અને તેનું પાલન કરું છું. લવ યુ કરણ જોહર.’, જેકલીન ફર્નાન્ડીઝે લખ્યું, ‘હા’, વરુણ ધવને લખ્યું, ‘વાહ’, ડોનલ બિષ્ટ અને બાકીના સેલિબ્રિટીઝે રેડ હાર્ટ ઇમોજી બનાવ્યા છે.

કરણ જોહરની આગામી ફિલ્મ

કરણની આગામી ફિલ્મ ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’ છે. કરણે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બનાવી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થશે. તે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, મનીષ પોલ અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ શશાંક ખૈતાન દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.