લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડનો IPO નવ જુલાઈએ ખૂલશે

અમદાવાદઃ લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ પ્રત્યેક રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર્સનો IPO ગુરુવારે, નવ જુલાઈ, 2026એ ખૂલશે એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાં એટલે કે બુધવારે, 8 જુલાઈએ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ 13 જુલાઈ છે.

કંપનીની ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 203થી રૂ. 214 નક્કી કરવામાં આવી છે. બિડ્સ પ્રત્યેક રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા કમસે કમ 70 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 70 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.આ IPOમાં રૂ. 5420 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 2000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરમાં દીપક ગોયલ દ્વારા રૂ. 1125.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ, રાખી ગોયલ દ્વારા રૂ. 250.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ અને દેવેશ ગોયલ (“Promoter Selling Shareholders”) દ્વારા રૂ. 625.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. કંપનીના ઇક્વિટી શેર્સ BSE and NSE પર લિસ્ટિંગ કરવાની યોજના છે. IIFL કેપિટલ સર્વિસિસ લિમિટેડ (જે અગાઉ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) અને ICICI સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.