નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં ઈરાન-ઇઝરાઇલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ઊર્જા ક્ષેત્રમાં ભારે અનિશ્ચિતતા ચાલુ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અંગે હાલ રાહત જોવા મળી રહી છે, પરંતુ LPG ગેસનું ગંભીર સંકટ અનુભવાઈ રહ્યું છે. એના વચ્ચે કેન્દ્ર સરકારે LPG બુકિંગ અને ઉપલબ્ધતા અંગે અપડેટ જાહેર કર્યું છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઈલ રિફાઇનરી) સુજાતા શર્માએ LPG સંકટ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે LPGની સ્થિતિ પહેલાં કરતાં થોડી સુધરી છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી.
હાલ પણ સ્થિતિ ચિંતાજનક
તેમણે જણાવ્યું હતું કે LPG બાબતે હાલની સ્થિતિ હજુ ચિંતાજનક છે. કોઈ પણ LPG વિતરણકાર પાસે પુરવઠાની અછત નથી. ઘરેલુ ગ્રાહકો માટે સિલિન્ડરનું વિતરણ પહેલાંની જેમ જ ચાલુ છે. ઓનલાઇન બુકિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે અને લગભગ 94 ટકા બુકિંગ હવે ઓનલાઇન થઈ રહી છે.
દેશભરમાં 12,000 દરોડા
તેમણે જણાવ્યું હતું કે અમલવારી કાર્યવાહી હેઠળ છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં લગભગ 12,000 દરોડા પાડવામાં આવ્યા છે અને લગભગ 15,000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. માત્ર દિલ્હીમાં જ લગભગ 600 સિલિન્ડર જપ્ત થયાં છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 450 તપાસ અને દરોડા પાડવામાં આવ્યા અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
#Watch | देश में कच्चे तेल की उपलब्धता सामान्य है और रिफाइनरियाँ उच्च क्षमता पर काम कर रही हैं।
देशभर में रिटेल आउटलेट्स पर किसी भी तरह की कमी नहीं है और पेट्रोल-डीजल पर्याप्त मात्रा में उपलब्ध है। प्राकृतिक गैस की आपूर्ति भी बिना किसी बाधा के जारी है।
सरकार का प्रयास है कि सभी… pic.twitter.com/F5PSvnY6nK
— डीडी न्यूज़ (@DDNewsHindi) March 17, 2026
જમ્મુ-કાશ્મીરમાં 564 દરોડા પાડવામાં આવ્યા, FIR નોંધાઈ અને ધરપકડ પણ કરવામાં આવી છે. કેરળમાં લગભગ 1000 દરોડા અને તપાસ દરમિયાન ઘરેલુ તેમ જ કોમર્શિયલ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશમાં લગભગ 1200 દરોડા પાડીને આશરે 1800 સિલિન્ડર જપ્ત કરાયાં છે. ઉપરાંત, ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ઇન્સ્પેક્શન ટીમોને સક્રિય કરવામાં આવી છે અને લગભગ 2,500 રિટેલ આઉટલેટ અને LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર અચાનક તપાસ કરવામાં આવી છે.




