ચેન્નઈઃ 45 વર્ષીય એમએસ ધોની પહેલી વાર ખેલાડી કે કેપ્ટન તરીકે નહીં, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના મેન્ટર તરીકે IPL 2026માં ટીમના ડગઆઉટમાં જોવા મળશે. વર્ષ 2008થી 2025 સુધી સતત 19 સીઝનમાં 278 મેચની 242 ઇનિંગ્સમાં 5439 રન બનાવ્યા બાદ હવે ધોનીએ ક્રિકેટર તરીકેની ભૂમિકામાંથી આગળ વધીને મેન્ટરની જવાબદારી સ્વીકારી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની પોતાના સોશિયલ મિડિયા પર મોટી જાહેરાત
ચેન્નાઈ સુપર કિંગ્સે પોસ્ટમાં લખ્યું હતું કે એક એવો ખેલાડી જે જીવનમાં એક જ વાર આવે છે. એક નવી ભૂમિકા અને એક એવો સંબંધ જે હંમેશાં જળવાઈ રહેશે. મહેન્દ્ર સિંહ ધોની હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે જવાબદારી સંભાળશે. અસંખ્ય જીત, મુશ્કેલ સમય અને હૃદયમાં હંમેશાં જીવંત રહે તેવી યાદો વચ્ચે એમએસ શરૂઆતથી જ અમારી સફરના કેન્દ્રમાં રહ્યા છે. અમને ગૌરવ અપાવવાથી લઈને સુપર કિંગ્સની નવી પેઢીને માર્ગદર્શન આપવા સુધી, થાલા હંમેશાં અમારી ઓળખનો હિસ્સો રહેશે. ચેન્નાઈ હંમેશાં તેમનું ઘર રહેશે.
IPLમાં કેપ્ટન તરીકે ધોનીનો શાનદાર રેકોર્ડ
IPLમાં કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ અન્ય તમામ કેપ્ટન કરતાં અલગ રહ્યો છે. તેમણે રેકોર્ડ 226 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 133 મેચમાં ટીમને જીત અપાવી છે. ધોનીનો 58.84 ટકાનો જીતનો દર ઓછામાં ઓછી 10 મેચમાં કેપ્ટનશિપ કરનારા તમામ કેપ્ટનોમાં સૌથી વધુ છે.
IPLમાં ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા
તાજેતરમાં જ ધોનીએ સુરેશ રૈનાને પાછળ છોડીને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ ધોની ત્રીજા સ્થાને છે. આ યાદીમાં તેમના પૂર્વ ભારતીય સાથી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમનાથી આગળ છે. ઝારખંડના રાંચીમાં જન્મેલા ધોની વિકેટકીપર તરીકે પણ સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ છે. તેમણે વિકેટ પાછળ 190થી વધુ શિકાર કર્યા છે.
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : https://t.co/YKsoHYE51A
#WhistlePodu
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી
ચેન્નાઈ સુપર કિંગ્સ IPLના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે. ટીમે અત્યાર સુધી પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે અને આ તમામ પાંચેય વખત ધોની ટીમના કેપ્ટન હતા. છેલ્લી વખત ચેન્નાઈએ 2023ની સીઝનમાં IPL ટ્રોફી જીતી હતી.






