મહારાષ્ટ્રના પુણેમાં નવલે બ્રિજ પર એક ભયાનક ઘટના બની. સતારાથી મુંબઈ જઈ રહેલા એક ભરેલા કન્ટેનરની નવલે બ્રિજ પર અચાનક બ્રેક ફેઈલ થઈ ગઈ, જેના કારણે છ થી સાત વાહનો સાથે અથડાઈ ગયા અને બે વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. ANI અનુસાર, પુણે શહેર પોલીસે મૃત્યુઆંક છ ગણાવ્યો છે અને ઘાયલોની સંખ્યા આશરે 20 હોવાનો અંદાજ છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ નવલે બ્રિજ પર ટ્રાફિક થોડા સમય માટે બંધ રહ્યો હતો. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
पुणे-बेंगलुरु नेशनल हाईवे पर भीषण हादसा हो गया. दो कंटेनर आपस में टकरा गए जिसके बाद एक कंटेनर में आग लग गई.
हादसे में अब तक 5 लोगों के मौत हो चुकी है. #Maharashtra #Pune pic.twitter.com/FGNRTmFghH
— Versha Singh (@Vershasingh26) November 13, 2025
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે લખ્યું, પુણેના નવલે બ્રિજ પાસેનો અકસ્માત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અકસ્માતમાં મહિલાના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે, અને અમે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
પુણે ફાયર વિભાગે અકસ્માતનો એક વીડિયો શેર કર્યો છે. પુણે શહેર પોલીસ ઝોન 3 ના ડીસીપી સંભાજી કદમે એએનઆઈને જણાવ્યું હતું કે પુણે-બેંગ્લોર હાઇવે પર નવલે બ્રિજ પાસે આ અકસ્માત થયો હતો, જ્યાં એક કન્ટેનર ટ્રક બ્રેક ફેઇલ થવાને કારણે કાબુ ગુમાવી બેઠો હતો અને અનેક વાહનો સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. ટક્કર બાદ બે કે ત્રણ ભારે વાહનોમાં આગ લાગી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે.




