નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં તેઓ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરે છે.
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કેરળમાં તાજેતરના ચૂંટણી ભાષણમાંથી મારી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું જવાબદારીપૂર્વક મારી દિલગીરી વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ માન રહ્યું છે અને હંમેશા રહેશે.” ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો.”
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કેરળમાં તાજેતરના ચૂંટણી ભાષણમાંથી મારી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું જવાબદારીપૂર્વક મારી દિલગીરી વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ માન રહ્યું છે અને હંમેશા રહેશે.” ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો.”Some remarks of mine in a recent election speech in Kerala are being deliberately misinterpreted. Even so, I express my sincere regret. It was never my intention to hurt the sentiments of the people of Gujarat for whom I have always had and will continue to have the highest of…
— Mallikarjun Kharge (@kharge) April 8, 2026
તાજેતરમાં કેરળ ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે, ખડગેએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જોકે રેલી દરમિયાન તેમણે ગુજરાતના લોકોનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. ખડગેએ કહ્યું, “મોદીજી, તમે ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”




