પશ્ચિમ બંગાળના રાજકારણમાં હંમેશા એક્ટિવ રહેતા મમતા બેનર્જી હવે એક નવા વિવાદમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે મમતા બેનર્જી અચાનક વકીલના ગાઉન અને પ્રોફેશનલ ડ્રેસમાં કલકત્તા હાઈકોર્ટમાં પક્ષ રજૂ કરવા પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીને આ અવતારમાં જોઈને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ હતી, પરંતુ આ ઘટનાની ગંભીર નોંધ લેતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એક્શનમાં આવ્યું છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ માંગી વિગતો
BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને કડક સૂચના આપી છે કે મમતા બેનર્જીના વકીલાતના રજિસ્ટ્રેશન અને તેમની વ્યવસાયિક સ્થિતિ અંગે 48 કલાકમાં વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવે. BCI એ જાણવા માંગ્યું છે કે શું મમતા બેનર્જીએ વકીલાત કરવા માટે જરૂરી નિયમોનું પાલન કર્યું છે કે નહીં.




