રાજકોટ: મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના 2026ના ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગમાં સ્થાન મેળવીને એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને, યુનિવર્સિટીએ IIT સહિતની અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે આ ક્ષેત્રમાં ભારતની ટોચની 40 સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 2024 પછી ભારતે ટોચના 50 સ્થાનોમાં પોતાની હાજરી બમણી કરતાં 12 થી વધારીને 27 સંસ્થાઓ સુધી પહોંચાડી છે.
મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડી એ જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી હોવાનો અમને ગર્વ છે. આ સિદ્ધિ અમારી વધતી જતી શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન ક્ષમતા અને કમ્પ્યુટર વિજ્ઞાન તેમજ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રમાં ઉદ્યોગ સાથેના સંકલનને પ્રતિબિંબિત કરે છે.”
મારવાડી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે જણાવ્યું કે, “આવા વૈશ્વિક રેન્કિંગનું મહત્વ દેશના ઉચ્ચ નેતૃત્વ સ્તરે પણ માન્ય છે. અમારું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવું, નવીનતા પ્રોત્સાહિત કરવી અને વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારો માટે તૈયાર કરવાનું છે.”
યુનિવર્સિટીએ ગયા વર્ષે ક્યૂએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં પણ પ્રવેશ કર્યો હતો. જેમાં 353નો પ્રભાવશાળી ક્રમ મેળવ્યો હતો. આ કોઈપણ ભારતીય યુનિવર્સિટી માટે અત્યાર સુધીનો સૌથી ઊંચો ડેબ્યૂ રેન્ક રહ્યો હતો.




