સુરતના ખારવાસા વિસ્તારમાં શનિવારે કાપડના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા
સુરતના ખારવાસા વિસ્તારમાં આવેલા કાપડના સ્ટોરેજ ગોડાઉનમાં શનિવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળેથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
Surat, Gujarat: A major fire breaks out in an open field spread over 8 to 9 bighas near Eklera village in the Sachin area, engulfing stored waste material, fabric scraps and scrap. Strong winds are causing the fire to spread rapidly, with 10 to 12 fire engines deployed to bring it under control. The cause of the fire is yet to be ascertained.
— IANS (@ians_india) November 14, 2026
ફાયર ફાઇટર્સે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગોડાઉનમાં કેટલું નુકસાન થયું છે અને આગને કારણે માલસામાનને કેટલી અસર પહોંચી છે તે અંગેની વિગતો પણ હજુ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ-બાવળા રોડ પર આવેલી લીમેક કંપનીના પ્લાન્ટમાં પણ 7 નવેમ્બરે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
઼






