લખનૌઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. માયાવતીએ ગુરુવારે સવારે પોતાના સત્તાવાર X હેન્ડલ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આકાશ આનંદ ‘ડબલ માઇન્ડ’થી કામ કરી રહ્યા હતા.

આ જાહેરાતના થોડા સમય પહેલાં જ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ અંગે માયાવતીએ કહ્યું હતું કે અશોક સિદ્ધાર્થનો આ નિર્ણય મોડો લેવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય પગલું છે.
માયાવતીએ કહ્યું હતું કે લોકોનું કહેવું છે કે જો તેમણે આ નિર્ણય ઘણો વહેલો લઈ લીધો હોત તો બસપા, બહુજન સમાજ અને બહુજન મુવમેન્ટ તેમ જ તેમના જમાઈ આકાશ આનંદને પણ સતત વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો ન પડ્યો હોત. મને પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પાંચમી વખત સરકાર બનાવવાની જોરદાર તૈયારીઓ વચ્ચે પાર્ટી અને મુવમેન્ટના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તેમના અંગે અનેક વખત કડક નિર્ણયો લેવાની જરૂર ન પડી હોત.
1. आज श्री अशोक सिद्धार्थ द्वारा राजनीति से संन्यास लेने की घोषणा अति-देर से उठाया गया यह सही क़दम है।
2. वैसे लोगों का यही कहना है कि अगर यह फैसला वे काफी पहले ही ले लेते तो बी.एस.पी., बहुजन समाज व बहुजन मूवमेन्ट तथा उनके दामाद श्री आकाश आनन्द को भी लगातार विपरीत परिस्थितियों…— Mayawati (@Mayawati) September 10, 2026
અશોક સિદ્ધાર્થે શું કહ્યું હતું?
અશોક સિદ્ધાર્થે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ જ ક્ષણથી રાજકારણ અને સામાજિક જીવનમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સંન્યાસ તો બહુ નાની વાત છે, જો તેમને ક્યારેય માયાવતી માટે પોતાનો જીવ પણ આપવો પડે તો તે તેમના માટે ગૌરવની વાત હશે. આ પહેલાં બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે X પર જાહેર કરેલા એક સંદેશમાં અશોક સિદ્ધાર્થ પર સતત શિસ્તભંગનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો અશોક સિદ્ધાર્થ રાજકારણમાંથી સંન્યાસ લઈ લે, તો જ આકાશ આનંદને પાર્ટીમાં ફરી જવાબદારી આપવાને મુદ્દે વિચાર કરી શકાય.




