નવા વર્ષમાં ઠંડી ગાભા કાઢશે, અંબાલાલની આગાહી

ગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે. લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે એમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ થતા ઠંડીમાં ઘટાડો થશે. આ પછી 10 જાન્યુઆરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડી વધશે. તેમણે ઉતરાયણના દિવસોની આગાહી પણ કરીને જણાવ્યું કે ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન ફૂંકાશે. ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ પવન સાથે લઘુતમ તાપમાન ઘટશે.”

આ ઉપરાંત, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, પંચમહાલમાં લઘુતમ તાપમાન ઘણું ઘટવાની પણ શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 10-11 ડિગ્રી સેલ્સિયસ જેટલું થવાની શક્યતા રહેશે.