‘મિર્ઝાપુર ધ મુવી’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

એમેઝોન પ્રાઇમ વિડીયો (Amazon Prime Video) પર સૌથી વધુ જોવા મળેલી અને જેના મીમ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે, તેવી મિર્ઝાપુર સિરીઝ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઓટીટી ક્ષેત્રે ધમાકો કર્યા બાદ, હવે આ શૉના મેકર્સ મિર્ઝાપુરનો એ જ રંગ, એ જ મિજાજ અને એ જ ટશન મોટા પડદા પર લાવ્યા છે. ‘મિર્ઝાપુર ધ મુવી’ (Mirzapur The Movie) નું ધમાકેદાર ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

જૂની વાર્તા, નવો સિનેમેટિક અનુભવ

આ ફિલ્મમાં સિરીઝના તમામ લોકપ્રિય પાત્રો જેવા કે મુન્ના ભૈયા, કમ્પાઉન્ડર, બાઉજી અને બબલૂ પંડિતની વાપસી થઈ રહી છે. મિરઝાપુરના કિંગ કાલીન ભૈયા, પ્રિન્સ મુન્ના ભૈયા અને સત્યાનંદ ત્રિપાઠી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરશે. તેમની સાથે ગુડ્ડુ પંડિત અને બબલૂ પંડિત પણ જોવા મળશે. આ વખતે ગાદી માટેની લડાઈમાં કેટલાક નવા દાવેદારો અને ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, જે જૂના પાવર ગેમને મોટો પડકાર આપે છે. વાર્તામાં ડાર્ક હ્યુમર અને આઇકોનિક ડાયલોગ્સ સાથે આ વખતે સિનેમાનો સ્કેલ પૂર્વાંચલથી આગળ વધીને રણ વિસ્તાર સુધી પહોંચતો જોવા મળશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, અલી ફઝલ, જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌર, શ્વેતા ત્રિપાઠી, સોનલ ચૌહાણ, અનંગશા બિસ્વાસ, શાજી ચૌધરી, સતેન્દ્ર સોની, કુલભૂષણ ખરબંદા અને સુશાંત સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

‘મિરઝાપુર ધ મુવી’ 4 September 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન સિરીઝના ડાયરેક્ટર ગુરમીત સિંહ દ્વારા જ કરવામાં આવ્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા નિર્મિત આ ફિલ્મ એમેઝોન એમજીએમ સ્ટુડિયો સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.