અમદાવાદઃ મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ સોમવાર, 10 ઓગસ્ટે ઇક્વિટી શેર્સનો IPO શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડિંગ તારીખ, બિડ/ઓફર શરૂ થવાની તારીખ શુક્રવાર, સાત ઓગસ્ટ રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ રહેશે.

બિડ/ઓફર બંધ થવાના દિવસે યુપીઆઈ મેન્ડેટ સ્વીકારવાનો છેલ્લો સમય સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે. ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 768થી રૂ. 807 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 18 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકશે.
🚨 New Mainboard IPO🚨
𝙈𝙤𝙡𝙗𝙞𝙤 𝘿𝙞𝙖𝙜𝙣𝙤𝙨𝙩𝙞𝙘𝙨 𝙇𝙞𝙢𝙞𝙩𝙚𝙙 𝙄𝙋𝙊
🗓️Date : 10-Aug to 12-Aug-2026
✴️Price : ₹768 – ₹807
✴️Lot : 18 Shares
📚Size : ₹930.7 Cr#IPO #MolbioDiagnosticsIPO pic.twitter.com/o8IY8e9I7U— Mehul Bumtaria (@mehul_bumtaria) August 4, 2026
આ ઓફરમાં રૂ. 2000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીના ઇક્વિટી શેરોને BSE લિમિટેડ અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.




