મુંબઈમાં ગુજરાતી સાહિત્ય અને કલા સંબંધિત અવાર નવાર અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. ત્યારે 8મી નવેમ્બરે વિલે પાર્લેમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં જાણીતા હાસ્ય કટાર લેખક અક્ષય અંતાણી અને કવિ લેખક દિલીપ રાવલ “આપણું હાસ્ય સાહિત્ય” વિશે વાત કરશે.

વિલે પાર્લેની સાહિત્ય અને કલાને વરેલી કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) સાહિત્યના કાર્યક્રમની નવી રસપ્રદ શ્રેણીનો આરંભ કરી રહી છે જેનું નામ છે ‘ઉંબરો’. આ પહેલા કાર્યક્રમમાં ‘આપણું હાસ્યસાહિત્ય ‘એ વિષય પર જાણીતા હાસ્ય કટાર લેખક અક્ષય અંતાણી અને કવિ, વાર્તાકાર ,હાસ્ય નિબંધકાર તથા નાટ્યકાર એવા દિલીપ રાવલ સાથે સંજય પંડ્યા અને ડિમ્પલ સોનીગ્રા ગોષ્ઠિ કરશે.
કાર્યક્રમમાં દિગ્ગજ હાસ્યલેખકો જ્યોતીન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના હાસ્ય નિબંધના અંશનું વાચિકમ પણ થશે. આ કાર્યક્રમનું આયોજન શનિવાર, 8 નવેમ્બર સાંજે 6.45 વાગ્યે દશરથલાલ જોષી સભાગૃહ, ડી.જે. રોડ વિલે પારલે (પશ્ચિમ )ના સરનામે ખાતે કરવામાં આવ્યું છે. સર્વ સાહિત્યરસિકો અને કલાપ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.


