કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

હકારાત્મક બજેટ

રાજીવ ઠક્કર (પીપીએફએસ (પરાગ પરીખ ફાઈનાન્સિયલ સર્વિસીસ) એસેટ મેનેજમેન્ટ પ્રા.લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર)

વિશ્વભરમાં વ્યાજદર વધતા જાય છે અને મધ્યસ્થ બેન્કો કડક નાણાંનીતિ અપનાવી રહી છે. એને પગલે વૈશ્વિક મંદીનો અને ભારતમાં વિકાસ દર ઘટવાનો ભય ઊભો થયો છે. આ પશ્ચાદભૂમાં સરકારે મૂડીખર્ચમાં વધારો અને મધ્યમ વર્ગને કરમાં રાહતો પૂરી પાડી છે તેને કારણે દેશમાં માગ વધશે. સાથે સાથે રાજકોષીય ખાધ અંકુશમાં રાખવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. એકંદરે બજેટ દેશના અર્થતંત્ર અને બજારો માટે સારું અને હકારાત્મક છે.