Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Mumbai મહિલા વિધાનસભ્યનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી ઠગોએ પૈસા માગ્યા
  • News
  • Mumbai

મહિલા વિધાનસભ્યનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી ઠગોએ પૈસા માગ્યા

December 22, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ પડોશના ઠાણે જિલ્લાના મીરા-ભાયંદર મતવિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય અને મીરા-ભાયંદર શહેરનાં ભૂતપૂર્વ મેયર ગીતા જૈન નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપીને ગઈ કાલે ભાયંદર પાછાં ફર્યાં ત્યાં જ એમને મોટો આંચકો લાગ્યો હતો. એમનાં અનેક ઓળખીતાંઓએ એમને ધડાધડ ફોન કર્યાં હતાં અને પૂછ્યું હતું કે એવું તે શું કારણ આવી પડ્યું છે કે તમારે પૈસાની ઓચિંતી જરૂર પડી છે? જૈનને આંચકો લાગ્યો હતો કે એમણે તો કોઈની પાસેથી પૈસા માગ્યાં નથી. તપાસ કરતાં એમને જાણવા મળ્યું હતું કે કોઈક સાઈબર ઠગે એમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને એમનાં ઓળખીતાઓને ફોન કર્યા હતા અને પોતાને એક કૂરિયર કંપનીના એક્ઝિક્યૂટિવ તરીકે ઓળખાવ્યો હતો.

    જૈને તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જૈનનાં અંગત સહાયક રાજેશ બરકડેએ પોલીસને કહ્યું કે જૈનનાં નંબર પરથી પોતાને એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતે એક કૂરિયર કંપનીમાંથી બોલે છે અને ગીતા જૈનને માટે એક પાર્સલ આવ્યું છે, પણ ડિલિવરી બોયને સરનામું શોધવામાં તકલીફ પડી છે. શખ્સે બરકડેને એક ફોન નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તમે જૈનનાં ફોન પરથી *401* કોડ ટાઈપ કરીને ડાયલ કરો. (વાસ્તવમાં, *401* કોડ વોટ્સએપ છેતરપિંડી માટે વપરાતો હોય છે)

    બરકડેએ પેલા શખ્સે કહ્યું એમ કર્યું અને 15 મિનિટમાં જ ગીતા જૈન એમનાં મોબાઈલ ફોન પર એમનાં વોટ્સએપ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થયાં હતાં અને સાઈબર ઠગે તે એકાઉન્ટને એક્સેસ કરી જૈનનાં ઓળખીતાંઓને ફોન કર્યા હતા અને QR કોડ મોકલી 40,000-50,000 રૂપિયા મોકલવા એમને કહ્યું હતું. પોતે જ ગીતા જૈન છે એવી છાપ તે શખ્સે ઊભી કરી હતી. એણે એવો દાવો કર્યો હતો કે, હું (ગીતા જૈન) એક મુસીબતમાં ફસાઈ ગઈ છું. પરંતુ, એકેય ઓળખીતા એ ઠગની ચાલાકીથી છેતરાયા નહોતા. બરકડેએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા-2000 હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

    ગીતા જૈને તરત જ એક વીડિયો મેસેજ તૈયાર કરી એમનાં તમામ ઓળખીતાઓને હેકિંગ પ્રકરણથી વાકેફ કર્યાં હતાં.

    • TAGS
    • account
    • Contacts
    • fraudster
    • Geeta Jain
    • hacked
    • Mira-Bhayandar
    • MLA
    • money
    • Mumbai
    • Online
    • Police FIR
    • Thane
    • Whatsapp
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleIPO: વર્ષ 2023માં SMEએ રૂ. 4500 કરોડ એકત્ર કર્યા
      Next articleઅમદાવાદઃ યુનિવર્સિટીમાં લેહનું વણાટકામ શીખતા વિદ્યાર્થીઓ
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      વોટ્સએપ ચલણ કૌભાંડ: મેસેજ પર ક્લિક કરતાં રૂ. ચાર લાખનું નુકસાન

      મહિલાઓનો તૂટ્યો વિશ્વાસ, 72000 ખાનગી સેલ્ફી લીક

      મેટાની મોટી કાર્યવાહી, દેશમાં 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ બેન કર્યા

      Recent Posts

      • કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ
      • અનોખી પહેલ: વડાપ્રધાનના કાફલામાં હવે માત્ર 2 જ ગાડીઓ
      • બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ
      • ખુશીના સમાચાર: કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો
      • ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa