મુંબઈઃ આદિત્ય ઠાકરે જીત્યા, પણ ઠાકરે પરિવારના આંગણામાં કોંગ્રેસની જીત

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના પાટનગર મુંબઈના રહેવાસી મતદારોએ મોટે ભાગે ભાજપ તથા શિવસેનાની તરફેણમાં એમનો ફેંસલો આપ્યો છે.

વરલી મતવિસ્તારમાં શિવસેના યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરે વિજયી થયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આ મોટા પુત્રએ 67,672 મતોના માર્જિનથી વિજય મેળવ્યો છે.

જોકે શિવસેનાને મોટો ફટકો એ પડ્યો છે કે ઠાકરે પરિવારનું નિવાસસ્થાન માતોશ્રી જ્યાં આવેલું છે તે બાન્દ્રા (પૂર્વ) મતવિસ્તારમાં એમના ઉમેદવાર અને મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરનો પરાજય થયો છે. કોંગ્રેસના ઝિશાન સિદ્દીકીએ આ બેઠક પર જીત મેળવી છે. ઝિશાન સિદ્દિકી વગદાર ઉદ્યોગપતિ અને કોંગ્રેસી નેતા બાબા સિદ્દીકીના પુત્ર છે. આ બેઠક પર ઝિશાન સિદ્દીકીએ શિવસેનાનાં બળવાખોર ઉમેદવાર અને 2014માં આ જ બેઠક પરથી શિવસેનાની ટિકિટ પર જીત મેળવનાર તૃપ્તિ સાવંતને પણ પરાજિત કર્યાં છે.

ઝિશાન સિદ્દીકીએ 36 હજારથી વધારે મતો મેળવીને જીત મેળવી છે. મહાડેશ્વરને 31 હજારની આસપાસ મતો મળ્યા છે. તૃપ્તિ સાવંતને 23 હજાર જેટલા મત મળ્યા છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘરમાં વિજયી થયેલા ઉમેદવારોનાં નામઃ

મુંબઈના વિજયી ઉમેદવારો

બોરીવલી (પશ્ચિમ) – સુનીલ રાણે (ભાજપ)

વરલી – આદિત્ય ઠાકરે (શિવસેના)

મુલુંડ – મિહીર કોટેચા (ભાજપ)

અણુશક્તિનગર ચેંબૂર – નવાબ મલિક (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)

કુર્લા – મંગેશ કુડાળકર (શિવસેના)

શિવરી – અજય ચૌધરી (શિવસેના)

દહિસર (પશ્ચિમ) – મનીષા ચૌધરી (ભાજપ)

માગાઠાણે (બોરીવલી પૂર્વ) – પ્રકાશ સુર્વે (શિવસેના)

અંધેરી (પૂર્વ) – રમેશ લટકે (શિવસેના)

અંધેરી (પશ્ચિમ) – અમિત સાટમ (ભાજપ)

ગોરેગાંવ (પશ્ચિમ) – વિદ્યા ઠાકુર (ભાજપ)

મલાડ (પશ્ચિમ) – અસલમ શેખ (કોંગ્રેસ)

ચારકોપ (કાંદિવલી પશ્ચિમ) – યોગેશ સાગર (ભાજપ)

કાંદિવલી પૂર્વ – અતુલ ભાતખળકર (ભાજપ)

વિક્રોલી – સુનીલ રાઉત (શિવસેના)

ભાંડુપ (પશ્ચિમ) – રમેશ કોરગાંવકર (શિવસેના)

જોગેશ્વરી પૂર્વ – રવિન્દ્ર વાયકર (શિવસેના)

કલિના – સંજય પોટનીસ (શિવસેના)

દિંડોશી (ગોરેગાંવ પૂર્વ) – સુનીલ પ્રભુ (શિવસેના)

ઘાટકોપર પશ્ચિમ – રામ કદમ (ભાજપ)

ઘાટકોપર પૂર્વ – પરાગ શાહ (ભાજપ)

વિલે પારલે – પરાગ અલવણી (ભાજપ)

માનખુર્દ શિવાજી નગર – અબુ આઝમી (સમાજવાદી પાર્ટી)

બાન્દ્રા પૂર્વ – કોંગ્રેસના ઝિશાન સિદ્દીકી

બાન્દ્રા પશ્ચિમ – આશિષ શેલાર (ભાજપ)

ધારાવી – વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ)

સાયન કોલીવાડા – કેપ્ટન તમિળ સેલવન (ભાજપ)

વડાલા – કાલિદાસ કોળમકર (ભાજપ)

માહિમ – સદા સરવણકર (શિવસેના)

મુંબાદેવી – અમીન પટેલ (કોંગ્રેસ)

કોલાબા – એડવોકેટ રાહુલ નાર્વેકર (ભાજપ)

ભાયખલા – યામિની જાધવ (શિવસેના)

ચાંદીવલી – દિલીપ લાંડે (શિવસેના)

ચેંબૂર – પ્રકાશ ફાતરપેકર (શિવસેના)

મલબાર હિલ – મંગલ પ્રભાત લોઢા (ભાજપ)

વર્સોવા – ડો. ભારતી લવેકર (ભાજપ)

મુંબઈની પડોશના થાણેમાં વિજયી થયેલા ઉમેદવારોઃ

કલવા મુંબ્રા – જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી)

થાણે – સંજય કેળકર (ભાજપ)

કોપરી પાચપાખાડી – એકનાથ શિંદે (શિવસેના)

ઓવળા માજિવડા – પ્રતાપ સરનાઈક

અંબરનાથ – ડો. બાલાજી કિણીકર (શિવસેના)

ભિવંડી (પૂર્વ) – રઈસ કાસમ શેખ (સમાજવાદી પાર્ટી)

ભિવંડી પશ્ચિમ – મહેશ ચૌઘુલે (ભાજપ)

ભિવંડી ગ્રામિણ – શાંતારામ મોરે (શિવસેના)

ઉલ્હાસનગર – કુમાર આયલાની (ભાજપ)

કલ્યાણ (પૂર્વ) – ગણપત ગાયકવાડ (ભાજપ)

કલ્યાણ (પશ્ચિમ) – વિશ્વનાથ ભોઈર (શિવસેના)

કલ્યાણ ગ્રામીણ – પ્રમોદ રાજુ પાટીલ (મનસે)

મુરબાડ – કિશન કઠોરે (ભાજપ)

શાહપુર – દૌલત દારોડા (એનસીપી)

નવી મુંબઈના વિજયી ઉમેદવારો

ઐરોલી – ગણેશ નાઈક (ભાજપ)

બેલાપુર – મંદા મ્હાત્રે (ભાજપ)

મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના વિજયી ઉમેદવારોઃ

વસઈ – હિતેન્દ્ર ઠાકુર (બહુજન વિકાસ આઘાડી)

પાલઘર – શ્રીનિવાસ વનગા (શિવસેના)

બોઈસર – રાજેશ પાટીલ (બહુજન વિકાસ આઘાડી)

દહાણુ – વિનોદ નિકોલે (માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી)

મીરા ભાયંદર – ગીતા જૈન (અપક્ષ)

નાલાસોપારા – ક્ષિતિજ ઠાકુર (બહુજન વિકાસ આઘાડી)