પણજીઃ બોલિવુડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે ગોવામાં 75 વર્ષની વયે નિધન થયું. પુણેના ડોંજે ગામમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ ગોવાની પણજી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.
પોલીસના રેકોર્ડ અનુસાર નાના પાટેકરને ડોના પાઉલાના ઓશન પાર્ક સ્થિત તેમના ઘરેથી બામ્બોલિમની મણિપાલ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. કેસ નોંધાયા બાદ હવે પીએસઆઈ નીતિન નાઈકની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગોવા પોલીસ કરશે મામલાની તપાસ
ગોવાની પણજી પોલીસ આ મામલે સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પોલીસ તેમના મૃત્યુના સંજોગો અને કારણોની તપાસ કરી રહી છે. જો મૃત્યુ કુદરતી હોવાનું જણાશે, તો તપાસને આધારે કેસ બંધ કરવામાં આવી શકે છે. જોકે કોઈ ગેરરીતિ કે શંકાસ્પદ બાબત સામે આવશે તો આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નાના પાટેકરના પ્રાથમિક તબીબી અહેવાલો અને પણજીની મણિપાલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમના મૃત્યુનું કારણ હૃદય બંધ થઈ જવું (કાર્ડિયાક અરેસ્ટ) હતું. તેમ છતાં પોલીસે કેસ નોંધ્યો છે, જેને ફરજિયાત કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.
Goa Police have registered a medico-legal Unnatural Death (UD) case in connection with the death of veteran actor Nana Patekar. The case has been registered under Section 194 of the BNSS, with PSI Nitin Naik conducting the inquiry. Nana Patekar was brought to Manipal Hospital from his residence in Dona Paula and was declared brought dead by doctors. As part of the inquiry, police will conduct an inquest, arrange a post-mortem at GMC and record statements of family members and other relevant persons to establish the cause of death. At present, police are investigating the circumstances and cause of death. If the death is found to be natural, the case may be closed accordingly. If any foul play or other suspicious circumstances emerge, further legal action may follow.
— IANS (@ians_india) October 8, 2026
શા માટે નોંધાયો મૃત્યુનો કેસ?
ડોક્ટરોના જણાવ્યાનુસાર નાના પાટેકરને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. નિયમ મુજબ જ્યારે કોઈ વ્યક્તિને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે, ત્યારે હોસ્પિટલ પ્રશાસને પોલીસને જાણ કરવી પડે છે. ત્યાર બાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને મેડિકો-લીગલ કેસ તરીકે નોંધવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ સામાન્ય રીતે શંકાસ્પદ અથવા અચાનક થયેલા મૃત્યુના કિસ્સામાં તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નાના પાટેકરના મૃત્યુ બાદ પણ આ જ પ્રક્રિયા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




