વોશિંગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા NASAએ આર્ટેમિસ-2 મિશન લોન્ચ કર્યું છે. આ મિશનમાં ચાર અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર તરફ રવાના થયા છે. 50 વર્ષ પછી લોન્ચ થયેલું આ પહેલું માનવસહિત ચંદ્ર મિશન છે. એપોલો કાર્યક્રમ બાદ આ પ્રથમ માનવ મિશન છે, જે ચંદ્રની પરિક્રમા માટે મોકલવામાં આવ્યું છે. આ મિશન બે વર્ષમાં ચંદ્ર પર ઊતરવાના નાસાના પ્રયાસોની શરૂઆત માનવામાં આવે છે.
આ મિશન કેનેડી સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને અંતરિક્ષ યાત્રીઓને ફરી ચંદ્રની સપાટી પર મોકલવાના પ્રયાસમાં તેને મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. લોન્ચ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 50 વર્ષમાં પ્રથમ વખત અમેરિકા ફરી ચંદ્ર પર જઈ રહ્યું છે. કોઈ પણ અમારી નજીક નથી. અમેરિકા માત્ર સ્પર્ધા નથી કરતું, અમે દબદબો સ્થાપિત કરીએ છીએ અને આખી દુનિયા જોઈ રહી છે.
લોન્ચ પહેલાં અનેક કલાકો સુધી લોન્ચ પેડ પર અંતિમ તૈયારીઓ કરવામાં આવી હતી. નાસાના લાઈવ અપડેટ મુજબ આર્ટેમિસ-2ની ક્લોઝઆઉટ ટીમે અંતરિક્ષયાત્રીઓને સ્પેસસુટ પહેરાવવામાં, કેપ્સૂલની તપાસમાં, ઓરિયોન સ્પેસક્રાફ્ટમાં પ્રવેશ કરાવવામાં, હેચ બંધ કરવામાં અને અન્ય અંતિમ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરી હતી. ત્યાર બાદ ટીમે લોન્ચ કોમ્પ્લેક્સ 39B છોડ્યું અને અંતરિક્ષયાન લોન્ચ કંટ્રોલરોને સોંપવામાં આવ્યું.
મિશન જોવા હજારો લોકો ઊમટ્યા
આ મિશન બે વર્ષમાં ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તૈયારીનો પ્રથમ મોટું પગલું છે. અમેરિકાના ત્રણ અને કેનેડાના એક અંતરિક્ષ યાત્રીને લઈને 32 માળ જેટલા ઊંચા રોકેટે કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક ક્ષણ જોવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. આસપાસની રસ્તાઓ અને દરિયાકિનારા લોકોથી ખચાખચ ભરાઈ ગયા હતા, જેનાથી 1960-70ના દાયકાના એપોલો ચંદ્ર મિશનોની યાદ તાજી થઈ ગઈ.
🚀 𝐂𝐨𝐮𝐧𝐭𝐝𝐨𝐰𝐧 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐀𝐫𝐭𝐞𝐦𝐢𝐬 𝐈𝐈 𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐀𝐦𝐞𝐫𝐢𝐜𝐚𝐧 𝐬𝐩𝐚𝐜𝐞 𝐚𝐠𝐞𝐧𝐜𝐲 𝐍𝐀𝐒𝐀!
NASA’s first crewed Moon mission in 53+ years is set to lift off from Florida soon. Four astronauts onboard: Reid Wiseman, Victor… pic.twitter.com/xgJfrRn01x
— All India Radio News (@airnewsalerts) April 1, 2026
ચંદ્ર પર સ્થાયી માનવીય હાજરી સ્થાપિત કરવાની દિશામાં નાસાનું આ અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આર્ટેમિસ-2એ ફ્લોરિડાના એ જ લોન્ચ સાઇટ પરથી ઉડાન ભરી જ્યાંથી અગાઉ એપોલો મિશનના અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. તે સમયના જીવિત રહેલા કેટલાક એપોલો અંતરિક્ષ યાત્રીઓએ પણ નવી પેઢીને શુભેચ્છા પાઠવી હતી.




