સાયન્સ સિટીમાં ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે’નો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’નો પ્રારંભ થયો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ (Jitendra Singh) અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહ્યા.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (N.I.F.) દ્વારા આયોજિત 19 અને 20 એમ બે દિવસીય નેશનલ વર્કશોપ (Workshop) છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલા ઇનોવેટર્સ અને તેમની ક્ષમતાઓને મજબૂત નેશનલ ગ્રોથ સાથે જોડવાનો છે. આ ઇવેન્ટમાં એગ્રીકલ્ચર, વોટર કન્ઝર્વેશન, હેલ્થકેર, રૂરલ લાઈવલીહુડ અને ક્લાઈમેટ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે થતા નવતર પ્રયોગોને વ્યવસ્થિત સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવા પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું કે, ભારત પાસે અદ્ભુત હ્યુમન રિસોર્સ છે અને દેશના અડધાથી વધુ સફળ સ્ટાર્ટઅપ્સ આજે ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી આવી રહ્યા છે, જેમની ક્ષમતા કે શોધ કોઈ ડિગ્રીની મોહતાજ નથી. હવે આપણી જવાબદારી એ છે કે ઘરો કે નાના પરિવારો સુધી સીમિત રહેલા આ પાયાના સંશોધનોને કટિંગ એજ ટેકનોલોજી સાથે જોડીને તેમાં વેલ્યુ એડિશન કરવું, તેને સ્કેલ અપ કરવું અને તેને ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મેટમાં લાવીને કોમ્યુનિટી ઇનોવેશનનો દરજ્જો આપવો.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં સાડા ત્રણ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, પરંતુ આજના સમયમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશન એટલે કે પાયાના સંશોધનોનું મહત્વ ખૂબ વિશેષ છે. નવી શિક્ષણ નીતિ (NEP) વિદ્યાર્થીઓમાં આવી ક્રિએટિવિટી અને ઇનોવેશનને બહાર લાવવા પર જ ભાર મૂકે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિક અને યુવા કૌશલ્યવાન બને તે જરૂરી છે.

આ બે દિવસીય નેશનલ વર્કશોપમાં સ્થાનિક સંશોધનોના આઇડેન્ટિફિકેશન, વેલિડેશન, ઇન્ક્યુબેશન, આઇપીઆર પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ નેશનલ વર્કશોપમાં વિવિધ ગ્રાસરૂટ્સ ઇનોવેશન મોડલ્સ અને ઇન્ટર-સ્ટેટ કોલેબોરેશન વધારવા અંગે સત્રો યોજાશે, જે સ્થાનિક ઇનોવેશન્સને સ્કેલેબલ નેશનલ સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવા માટે ઉપયોગી રોડમેપ તૈયાર કરશે. આ પ્લેટફોર્મના માધ્યમથી ઇનોવેટર્સને પોલિસીમેકર્સ, ઇન્વેસ્ટર્સ અને રિસર્ચર્સ સાથે સીધા કનેક્ટ કરીને સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાના પ્રયાસો હાથ ધરાશે.આ વર્કશોપમાં ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરતા આશરે ૨૦૦ જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. જેમાં દેશભરના વિવિધ સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના મેમ્બર્સ, અગ્રણી ટેકનોલોજી ઇન્ક્યુબેટર્સના પ્રતિનિધિઓ તેમજ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.નીતિ આયોગના પૂર્વ સભ્ય અને DRDO ના પૂર્વ ચેરમેન ડૉ. વી. કે. સારસ્વત, INSA ના પૂર્વ પ્રેસિડેન્ટ અને પૂર્વ કેન્દ્રીય DST સચિવ પ્રો. આશુતોષ શર્મા અને એન.આઈ.એફ.ના અધ્યક્ષ પ્રો. અનિલ સહસ્રબુદ્ધેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂએ સ્વાગત ઉદબોધન કરતા સૌને આવકાર્યા હતા તથા નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર પ્રો. વિવેક કુમાર સિંઘે આભાર પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે દેશના નામાંકિત વૈજ્ઞાનિકો, ગ્રાસરૂટ ઇનોવેટર્સ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહીને ઇનોવેટર્સ પ્રોત્સાહિત કર્યા હતા.