પટનાઃ બિહારમાં હાલ અપરાધ સંપૂર્ણપણે બેકાબૂ છે. રાજ્યમાં રોજબરોજ હત્યા, ગોળીબારી અને લૂંટફાટ જેવી ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પટના સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થા હવે મોટોં રાજકીય મુદ્દો બની ગયો છે. વિપક્ષ સતત નીતીશ કુમારની સરકાર પર આક્રમક છે. અપરાધીઓના ઊંચા હોસલાઓથી JDU અને ભાજપ માટે ચૂંટણીમાં મોટી મુશ્કેલીઓ સર્જી રહ્યા છે.
14 દિવસમાં 50થી વધુ હત્યા
સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહીના દાવાઓ વચ્ચે બિહારની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં માત્ર આ મહિનાની 14 દિવસની અંદર જ આશરે 50થી વધુ હત્યાની ઘટનાઓ થઈ ચૂકી છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ આંકડો એકદમ નકારાત્મક છે. આ અત્યંત ચિંતાનો વિષય છે. બિહારની હાલત એવી થઈ ગઈ છે કે અપરાધીઓના મનમાં હવે પોલીસનો ડર રહ્યો નથી. અપરાધીઓ જે કોઈને, જ્યારે ઇચ્છે ત્યારે મારી નાખે છે અને પોલીસ ફરીથી માત્ર આ જ દાવો કરે છે કે દોષિતોને ઝડપથી પકડાશે.
બિહારમાં અચાનક અપરાધનું પ્રમાણ વધી ગયું છે અને તે કારણે વિપક્ષ સરકાર પર કટાક્ષ કરી રહ્યો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે નીતીશકુમાર તો હવે બેભાનાવસ્થામાં છે. બિહાર હવે તેમનામાં પાસે કાબૂ રહ્યો નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ બિહારની કાયદો વ્યવસ્થાને લઈને સરકારને ઘેરતાં કહ્યું હતું કે CM ખુરસી બચાવવામાં લાગ્યા છે અને ભાજપના મંત્રી કમિશન ખાતા બેઠા છે.
વિપક્ષના આકરો પ્રત્યાઘાત આપી બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ કહ્યું કે આજની સ્થિતિ પાછળ RJD જવાબદાર છે. તેમણે જ અપરાધીઓને બેકાબૂ બનાવી દીધા છે.
