લોકડાઉનના કારણે સંક્રમણ વધવાની ગતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાણકારીઓ આપી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, લોકડાઉન પહેલા દેશમાં કોરોનાના કેસ 3 દિવસમાં બેગણા થઈ રહ્યા હતા પરંતુ છેલ્લા 7 દિવસના આંકડાઓ અનુસાર હવે આ 6.2 દિવસમાં થઈ રહ્યો છે. 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો કોરોનાના કેસ બે ગણા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો છે. તેમણે જણાવ્યું કે, 15 થી 31 માર્ચ વચ્ચે વૃદ્ધિ દર 2.1 ટા જે એપ્રીલ આવતા આવતા 1.2 ટકા થઈ ગયો. એટલે કે મામલાઓ વધવાના દરમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે અમે બીજા દેશોથી વધારે સારી સ્થિતિમાં છીએ. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર અન્ય દેશોના મુકાબલે સારો છે. લવ અગ્રવાલે જણાવ્યું કે મંત્રીઓના સમૂહમાં ડાયગ્નોસિસ, વેક્સિન, અને ડ્રગ્સ પર ચર્ચા થઈ છે. આપણે સાયન્સ એન્ડ ટેકના દમ પર જીતવાનું છે. પૂલિંગ સ્ટ્રેટજી, સ્વદેશી, પર કામ ચાલી રહ્યું છે. વેક્સિન પર કેટલાય પ્રકારે કામ થઈ રહ્યું છે. ઈમ્યૂન બૂસ્ટિંગ વેક્સીન, પ્લાઝ્મા થેરાપી અને ડ્રગ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. ડ્રગ્સ અને વેક્સિનને ળઈને WHO સાથે પણ કામ ચાલી રહ્યું છે. CSIR ની લેબમાં ડ્રગ્સ પર કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, PPE, વેન્ટિલેટર, ઓક્સીજન આ બધા પર પણ સીએસઆઈઆર કામ કરી રહ્યું છે. રેપિડ એન્ટીબોડી ઈંડિજેનસ કિટ મે સુધી 10 લાખ તૈયાર થઈ જશે. સ્ટેટને ફોરકાસ્ટિંગ ટૂલ્સ શેર કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસ માટે ગુરુવારના રોજ કરવામાં આવેલા 28,340 ટેસ્ટ પૈકી 23,932 લોકોની તપાસ આઈસીએમઆર નેટવર્ક અંતર્ગત 183 પ્રયોગશાળાઓ અને 80 પ્રાઈવેટ પ્રયોગશાળાઓમાં કરવામાં આવી. ભારતમાં કોરોના વાયરસની સારવાર માટે 1919 હોસ્પિટલોમાં 1.73 લાખ સેપરેટ બેડ અને 21,800 આઈસીયૂ બેડ તૈયાર છે. કોરોના વાયરસના સંક્રમણની માહિતી મેળવવા માટે 3,199,400 લોકોની તપાસ થઈ છે અને 28,340 તપાસ ગુરુવારના રોજ થઈ છે.