નવી દિલ્હીઃ દિલ્હીમાં સોમવારે હવા પ્રદૂષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા અનુસાર સોમવારે સવારે આઠ વાગ્યે શહેરનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 310 નોંધાયો હતો. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં AQI 428 સુધી પહોંચી ગયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણી વચ્ચેની સ્થિતિ દર્શાવે છે. CPCB અનુસાર દિલ્હીના મુખ્ય વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ‘ખૂબ જ ખરાબ’થી લઈને ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યું છે. વરસાદ અટક્યા બાદ છેલ્લા ત્રણ દિવસમાં પ્રદૂષણની આ સૌથી ખરાબ સ્થિતિ છે.
દિલ્હીના મુખ્ય વિસ્તારોમાં AQIની સ્થિતિસોમવારે સવારે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા નીચે મુજબ છે.
- રોહિણી: 396 (ગંભીર શ્રેણીની નજીક)
- અલીપુર: 375
- વિવેક વિહાર: 370
- નરેલા: 363
- ચાંદની ચોક: 358
- અક્ષરધામ મંદિર અને આઈટીઓ (ITO): 349
- જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ: 343
- ઈન્ડિયા ગેટ અને જનપથ: 335
- બુરાડી: 308
- આયા નગર: 276
- આનંદ વિહાર: 242
- આઈજીઆઈ એરપોર્ટ (ટર્મિનલ-3): 263
પર્યાવરણ મંત્રી મંજિન્દર સિંહ સિરસાનું નિવેદન
દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે વિશેષ અમલીકરણ ટીમો સતત મેદાનમાં કાર્યરત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં તેમણે જણાવ્યું કે પહેલી નવેમ્બરે પ્રદૂષણ ફેલાવતાં વાહનો અને બાંધકામ સ્થળો સામે મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
– Two days of rain
– AQI hits 8-year low
– Credit: Rekha Gupta– Rain stops
– AQI crosses 400
– Blame: Punjab farmersSame script every year.
#DelhiAQI #RekhaGupta #PunjabFarmers #DelhiPollution https://t.co/WrlM68mbw4
— Amar Singh Chouhan (@amar_4inc) November 2, 2026
GRAPના નિયમો હેઠળ દિલ્હી ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
દિલ્હી ટ્રાફિક પોલીસે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના પ્રતિબંધોનું કડક પાલન કરાવવા માટે શહેરની સરહદો પર દેખરેખ વધારી દીધી છે. દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યાનુસાર પહેલી નવેમ્બરે રાત્રે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 7279 વાહનોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા 714 વાહનોને દિલ્હી બોર્ડર પરથી જ પરત મોકલી દેવામાં આવ્યાં હતાં, જ્યારે 38 વાહનોને સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 10 વાહનોને સીધાં ચલણ ફટકારવામાં આવ્યાં હતાં.



