નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે જોડાયેલા મતદાર યાદી વિવાદમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે દિલ્હી પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ (ATR) માગ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા મળ્યાને આશરે ત્રણ વર્ષ પહેલાં જ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
શું છે મામલો?
આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમણે સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે. ફરિયાદીનો દાવો છે કે સોનિયા ગાંધીનું નામ વર્ષ 1980માં નવી દિલ્હી લોકસભા ક્ષેત્રની મતદાર યાદીમાં સામેલ હતું, જ્યારે તેમને ભારતીય નાગરિકતા 30 એપ્રિલ, 1983એ મળી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ વર્ષ 1980માં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1982માં તેમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને ફરીથી 1983માં સામેલ કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આધારે તેમણે પોલીસ તપાસ અને FIR નોંધવાની માગ કરી છે.
અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરિયાદ ફગાવી દીધી હતી
આ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટે 11 સપ્ટેમ્બર, 2025એ ફરિયાદ ફગાવી દીધી હતી. આ નિર્ણય સામે ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. 21 સપ્ટેમ્બર, 2026એ સ્પેશિયલ જજ વિશાલ ગોગને મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને રદ કરી દીધો હતો. સેશન્સ કોર્ટે કહ્યું હતું કે મેજિસ્ટ્રેટનો આદેશ યોગ્ય કારણો વિના પસાર કરવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફરિયાદમાં ગુનાનો ખુલાસો થાય છે કે નહીં, આ પાસા પર પૂરતો વિચાર કરવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ મામલો ફરીથી સુનાવણી માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી દેવામાં આવ્યો હતો.
Delhi: On the Rouse Avenue Court seeking an Action Taken Report (ATR) in the matter concerning Congress leader Sonia Gandhi’s name in the voter list, complainant and advocate Vikas Tripathi says, “…The complaint is the same one we submitted to the SHO of IP Estate Police Station on August 24, 2025. It was filed against Sonia Gandhi. The allegation was that her name appeared in the voter list in 1980, when she was not an Indian citizen, and that this amounted to fraud against the country… Sanjay Gandhi passed away in June 1981, and his name was removed from the voter list at that time, but Sonia Gandhi’s name remained on it. The next hearing is scheduled for November 28”
— IANS (@ians_india) November 18, 2026
સોનિયા ગાંધીએ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા
સોનિયા ગાંધીએ પોતાના જવાબમાં આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા, ખોટા અને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ફરિયાદીએ પોતાના આરોપોના સમર્થનમાં કોઈ નક્કર દસ્તાવેજ રજૂ કર્યો નથી. ફરિયાદમાં માત્ર અટકળો, મિડિયા અહેવાલો અને કાલ્પનિક અરજીઓનો સહારો લેવામાં આવ્યો છે.






