Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News National શું LPG સબસિડી તમારા બેન્ક એકાઉન્ટમાં જમા નથી થતી?, તપાસો આ રીતે…
  • News
  • National

શું LPG સબસિડી તમારા બેન્ક એકાઉન્ટમાં જમા નથી થતી?, તપાસો આ રીતે…

October 26, 2020

નવી દિલ્હીઃ અનેક લોકો એ નથી જોતા કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક અકાઉન્ટમાં જમા થયા કે નહીં. તેમણે એની તપાસ કરવી જોઈએ અને એમાં વધુ સમય નથી લાગતો. થોડીક મિનિટોમાં જ ગ્રાહકો જાણી શકે છે કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે કે નહીં.

દેશમાં પરિવારોને સબસિડીના દરે મહત્તમ 12 LPG સિલિન્ડર ખરીદવાની મંજૂરી છે. જોકે સિલિન્ડરોની ખરીદીના સમયે એ પૂરી કિંમતે ખરીદાવા જોઈએ અને પછી સબસિડીને સરકાર દ્વારા ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સબસિડીની રકમ જમા કરવામાં આવે છે.

લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમત દેશમાં દર મહિને નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર સબસિડી LPG ગ્રાહકો માટે સબસિડીનો વિસ્તાર કર્યો છે અને સામાન્ય રીતે LPG દરોની પ્રતિ મહિને એક તારીખે સંશોધિત કરવામાં આવે છે.

વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા PAHAL (ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ) યોજના હેઠળ LPG ગ્રાહકો પોતાના બેન્ક ખાતામાં સબસિડી પ્રાપ્ત કરી શકે છે.

 ઇન્ડેન ગેસ સબસિડી

ઇન્ડેન કંપનીનો પ્રારંભ 1965માં ઇન્ડિયન ઓઇલની સબસિડીયરી કંપનીના રૂપમાં થઈ હતી. ઇન્ડેનના ગ્રાહકોને ગેસ સિલિન્ડર ખરીદવા પર સરકાર દ્વારા સબસિડી મળતી હતી. આ ગેસ સબસિડી બે પદ્ધતિએ તપાસી શકાય.

પહેલી તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરના માધ્યમથી અને બીજી LPG IDના માધ્યમથી.  એ ID તમારી ગેસ પાસબુકમાં આપેલો છે.

સબસિડીની તપાસ કરવાનાં આ સરળ પગલાંનું પાલન કરો.

  1. ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર  cx.indianoil.in જાઓ.
  2. LPG સિલિન્ડરના ફોટા પર ક્લિક કરો. એક ફરિયાદ બોક્સ ખૂલશે, ‘સબસિડીની સ્થિતિ’ લખો અને બટન દબાવી આગળ વધો.
  3. એ વિકલ્પ પર ક્લિક કરો, જેમાં સબસિડી સંબંધિત (PAHAL) લખ્યું હોય. નીચે સ્ક્રોલ કરો અને સબસિડી નોટ રિસીવ્ડ પર ક્લિક કરો.
  4. એક નવું ડાયલોગ બોક્સ ખૂલશે, સ્ક્રીન પર બે વિકલ્પ દેખાશે- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG
  5. જો તમારો મોબાઇલ નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલો છે તો તમે મોબાઇલ પદ્ધિતનો વિકલ્પ અપનાવી શકો. નહીં તો તમારી ગેસ પાસબુકમાં લખેલો 17 અંકોનો LPG ગેસ ID એમાં નોંધો.
  6. વેરિફાઇ પર ક્લિક કરો અને સબમિટ કરો
  7. સિલિન્ડર બુકિંગની તારીખ, સબસિડી સહિત પૂરી વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે

તમે ગ્રાહક સેવાના માધ્યમથી પણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઇન્ડેન ગેસ કસ્ટમર કેર નંબર 1800-233-35555 પર સંપર્ક કરીને પણ તમારી સબસિડી વિશે માહિતી મેળવી શકો છો.

 



























  • TAGS
  • Bank Account
  • credit
  • Indan Gas
  • Indian Oil
  • IOC
  • LPG Cylinder
  • Subsidy
Previous articleકોરોનાના કેસો 79 લાખને પાર
Next articleમેહબૂબાથી ત્રાસીને ત્રણ સાથી નેતાએ PDP છોડી
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

PM મોદીને બદલે દેશનો વિરોધ કરવા લાગી કોંગ્રેસ:ચૌહાણ

રેલવેમાં બેસ્વાદ અને ખરાબ ખાવાની 19,000 ફરિયાદ મળીઃ રેલ મંત્રી

રુદ્રપ્રયાગની કેદાર ખીણમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ

Popular Posts

  • * સોનુ સૂદે અભિનેતા ફિશ વેંકટના પરિવારની મદદ માટે લંબાવ્યો હાથ
  • * ભૌતિક વસ્તુઓની લાલસા થી માત્ર અસંતોષ જન્મે
  • *  સેન્સેક્સ 721 પઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા
  • * 9000 કર્મચારીઓની છટણી પર સત્યા નડેલાએ પોતાનું મૌન તોડ્યું
  • * રુદ્રપ્રયાગની કેદાર ખીણમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ

Recent Posts

  • PM મોદીને બદલે દેશનો વિરોધ કરવા લાગી કોંગ્રેસ:ચૌહાણ
  • આપણે સોશિયલ મીડિયાને જવાબદાર બનાવવું પડશે: વાણી કપૂર
  • થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેના સંઘર્ષમાં ૩૨ લોકોનાં મોત
  • શું સરકારે પ્રતિબંધ કરેલી ALTT એપ સાથે એકતા કપૂરનો કોઈ સંબંધ ખરો?
  • રેલવેમાં બેસ્વાદ અને ખરાબ ખાવાની 19,000 ફરિયાદ મળીઃ રેલ મંત્રી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack