નવા વર્ષે વોટ્સએપ-ફાસ્ટેગ સહિત 10 મોટા ફેરફાર, જાણો…

નવી દિલ્હીઃ નવા વર્ષની સાથે બધાની જિંદગીમાં કેટલીક ચીજવસ્તુઓમાં બદલાવ આવે છે. નવા વર્ષે દૈનિક જિંદગીની સાથે જોડાયેલી કેટલીક ચીજવસ્તુઓના નવા નિયમ લાગુ થવાના છે. પહેલી જાન્યુઆરીથી બેન્કિંગથી માંડીને વીમાથી સંકળાયેલા કેટલાય નિયમોમાં ફેરફાર થશે. આવો જાણીએ નવા વર્ષના કેટલાક મોટા બદલાવ વિશે.
નવા વર્ષના પ્રારંભે વોટ્સએપ કેટલાક સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ થાય એવી શક્યતા છે. એમાં એન્ડ્રોઇડ અને આઇફોન-બંને સામેલ કરવામાં આવ્યા છે. હવે જૂના વર્ઝનના સોફ્ટવેરને વોટ્સએપ સપોર્ટ નહીં કરે. હવે ios 9  અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી જૂના વર્ઝન પર વોટ્સએપની સુવિધા કરવામાં આવશે.

નવા વર્ષે ઓનલાઇન પેમેન્ટ કરતા ગ્રાહકો પર એક્સ્ટ્રા ચાર્જ થશે. ગૂગલ પે, એમેઝોન પે અને ફોન પેથી પેમેન્ટ કરવા પર ગ્રાહકને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે પેટીએમ એપ દ્વારા પેમેન્ટને આનાથી બહાર રાખવામાં આવી છે.

નવા વર્ષથી ડિજિટલ માધ્યમથી ટેક્સ આપવા ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે. વળી, ગ્રાહકે ફાસ્ટેગના એકાઉન્ટમાં રૂ. 150 સુધીની રકમ રાખવી ફરજિયાત છે.

સેબીએ મ્યુ. ફંડ રોકાણકારોનાં હિતધારકોનું ધ્યાન રાખતાં એલોકેશનના નિયમોમાં બદલાવ કર્યો છે. નવા નિયમ મુજબ મલ્ટિકેપ મ્યુ. ફંડનો 75 ટકા હિસ્સો ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવશે. આ પહેલાં માત્ર 65 ટકા ઇક્વિટીમાં રોકાણ થતો હતો.

વીજ વિતરણ કંપનીઓએ એક નિશ્ચિત સમયમાં ગ્રાહકને સેવા આપવી પડશે, નહીં તો વીજ કંપની પર દંડ લગાવાશે.

સરકારે સેલ્સ રિટર્નમાં કેટલાક ફેરફાર કરે એવી શક્યતા છે. વેપારીઓએ હાલમાં પ્રતિ મહિને GST રિટર્ન ભરવું પડે છે, જેથી નવા વર્ષે પાંચ કરોડના વેપાર કરતા વેપારીઓને માત્ર ચાર વાર GST રિટર્ન ભરવું પડશે.

જો તમે નવા વર્ષે કાર ખરીદવાના હો તમારે વધુ ખર્ચ કરવો પડશે. મારુતિ, Kia મોટર્સ સહિત અને કાર કંપનીઓ કિંમતો વધારવાની છે.

નવા વર્ષે ઓછા પ્રીમિયમે સ્ટાન્ડર્ડ ટર્મ પ્લાન ખરીદી શકશો.

સરકારે બેન્ક છેતરપિંડી ઘટાડવા માટે ચેકખી પેમેન્ટ કરતી વખતે રૂ. 50,000થી વધુ રકમ માટે પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા પેમેન્ટ થશે.
નવા વર્ષે હવે લેન્ડલાઇનથી કે મોબાઇલ ફોન કોલ કરા માટે પહેલા ઝીરો લગાવવો જરૂરી થશે. ટ્રાઇએ આ વર્ષે 29 મે, 2020એ એના માટે ભલામણ કરી હતી.