અભિજીત પહેલા 9 ભારતીયોને મળ્યો છે નોબેલઃ આ રહી યાદી….

નવી દિલ્હીઃ વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભારતીય મૂળના અભિજીત બેનર્જીનું નામ સમાવિષ્ટ છે. તેમની સાથે નોબેલ પ્રાઈઝ વિજેતાઓના લિસ્ટમાં તેમની પત્ની અસ્થર ડુફલોનું નામ પણ સમાવિષ્ટ છે. અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અભિજીત અને તેમની પત્ની એસ્થર ડુફલો સીવાય માઈકલ ક્રેમરને પણ સંયુક્ત રુપે પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. આમને આ પુરસ્કાર વૈશ્વિક ગરીબીથી પ્રભાવી લડાઈ લડવા માટે આપવામાં આવી રહ્યો છે.

અર્થશાસ્ત્રના પુરસ્કારોની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું કે ત્રણેય સંયુક્ત વિજેતાઓએ વૈશ્વિક ગરીબીને પહોંચી વળવા માટેની સર્વોત્તમ પદ્ધતીઓની શોધ કરી છે. આ સાથે જ તેમણે એક વિશ્વાસ અને નવો દ્રષ્ટીકોણ રજૂ કર્યો છે. આ કોઈ એવો પ્રથમ મોકો નથી પરંતુ આ પહેલા પણ 9 જેટલા ભારતીયોને અલગ-અલગ વર્ગોમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જાણીએ કોણ છે તે ભારતીય અને શાં માટે તેમને મળ્યો છે નોબેલ પ્રાઈઝ.

  • રવીન્દ્રનાથ ટાગોર (સાહિત્ય) : ટાગોરને તેમની કાવ્ય રચના ગિતાંજલી માટે વર્ષ 1913 માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • સીવી રમનઃ તેઓ ભારતીય ભૌતિક-શાસ્ત્રી હતા, જેમણે પ્રકાશના પ્રકીર્ણન પર કરવામાં આવેલી શોધને લઈને તેમને 1930માં ફિઝીક્સના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • મધર ટેરેસાઃ 1979 માં મધર ટેરેસાને મિશનરી ઓફ ચેરિટીના માધ્યમથી કરવામાં આવેલા માનવ કલ્યાણ માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • અમર્ત્ય સેનઃ વર્ષ 1998 માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • કૈલાશ સત્યાર્થીનેઃ વર્ષ 2014 માં કૈલાશ સત્યાર્થીને શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • હરગોવિંદ ખુરાનાઃ વર્ષ 1968 માં ભારતીય મૂળના હરગોવિંદ ખુરાનાને ફિઝિયોલોજી અને મેડિસિનના ક્ષેત્રમાં અતુલનીય યોગદાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • સુબ્રમણ્યન ચંદ્રશેખરઃ 1983 માં ભૌતિક શાસ્ત્ર પર તેમના અધ્યયન માટે સુબ્રમણ્યન ચંદ્રશેખને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
  • વેંકટરામન રામકૃષ્ણનઃ વર્ષ 2009 માં વેંકટરામન રામકૃષ્ણન રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • વીએસ નાયપોલઃ વર્ષ 2001 માં સાહિત્યના ક્ષેત્રમાં અતુલનીય યોગદાન માટે વીએસ નાયપોલને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.