PM મોદીને મળ્યો ફિલિપ કોટલર એવોર્ડઃ રાહુલ ગાંધીએ કહ્યું…..

નવી દિલ્હીઃ માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટલરે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ માટે વડાપ્રધાનને શુભકામના આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુરસ્કારને લઈને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. કોટલરે ટ્વિટર પર જણાવ્યું હતું કે હું વડાપ્રધાન મોદીને પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ અવોર્ડ પ્રદાન કરવાને લઈને શુભકામનાઓ આપું છું. શાનદાર નેતૃત્વ અને નિરંતર દેશ પ્રતિ નિઃસ્વાર્થ સેવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે ભારતમાં મોદીના પ્રયાસોના કારણે અસાધારણ આર્થિક, સામાજિક અને ટેક્નિકલ વિકાસ થયો છે. માર્કેટિંગ ગુરુએ કહ્યું કે પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડથી વડાપ્રધાનનું સન્માન કરવાની સાથે ભવિષ્યના અવોર્ડ માટે માપદંડ વધારે ઉંચો ઉઠ્યો છે.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું કે વિશ્વ પ્રસિદ્ધ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે તેમને શુભકામનાઓ આપવા ઈચ્છે છે. રાહુલે કટાક્ષ કરતા ટ્વિટ કરતા કહ્યું કે આ પુરસ્કાર એટલો પ્રસિદ્ધ છે કે તેની કોઈ જ્યુરી નથી પહેલા કોઈને આપવામાં નથી આપવામાં આવ્યો અને અલીગઢની એક ગુમનામ કંપની દ્વારા સમર્થિત છે.

આના ઈવેન્ટ ભાગીદાર પતંજલિ અને રિપબ્લિક ટીવી છે. પુરસ્કારને લઈને વડાપ્રધાન પર કટાક્ષ કરવા પર કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રસ પર નિશાન સાધ્યું. સ્મૃતિ ઈરાનીએ પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રમુખનો પરિવાર અન્યોથી પુરસ્કૃત થયા સીવા પોતાને જ દેશનું સર્વોચ્ચ અસૈન્ય સન્માન ભારત રત્ન પ્રદાન કરતો રહ્યો. તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પલટવાર કરતા જણાવ્યું આ વાત એક એવા વ્યક્તિએ કરી છે જેના શાનદાર પરિવારે પોતાને જ ભારત રત્ન આપવાનો નિર્ણય કર્યો.