નવી દિલ્હીઃ ભારતે પશુ ચિકિત્સા વિજ્ઞાન અને કૃષિ સંશોધન ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લુ જેવી ગંભીર બીમારીથી મરઘીઓને બચાવવા માટે પ્રથમ સ્વદેશી H5N1 રસી વિકસાવી છે. આ સિદ્ધિ ભારતની વૈજ્ઞાનિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. એ સાથે જ દેશના કરોડો લોકોની આજીવિકા સાથે જોડાયેલા મરઘાં ઉદ્યોગ માટે પણ રાહતની નવી આશા લઈને આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે H5N1 બર્ડ ફ્લુની રસી ‘આત્મનિર્ભર ભારત’ સાથે ખેડૂતોની સુરક્ષા અને દેશની જૈવિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે. આ રસી ભોપાલ સ્થિત ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન (ICAR-NIHSAD)ના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે.
શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે કરશે લોન્ચ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતી કાલે એટલે કે 20 નવેમ્બરે ભોપાલ સ્થિત ICAR-NIHSAD ખાતે આ રસીને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સ્વદેશી રસી ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રિય બહેનો અને ભાઈઓ, હું તમને એક ખુશખબર આપી રહ્યો છું. બર્ડ ફ્લુ એક એવી બીમારી છે, જે ફેલાય તો ભારે નુકસાન કરે છે. મોટી સંખ્યામાં મરઘીઓને મારી નાખવામાં આવે છે, પરંતુ મરઘીઓમાંથી માણસોમાં પણ આ બીમારી ફેલાવાનો ખતરો રહે છે. અત્યાર સુધી આપણા દેશમાં બર્ડ ફ્લૂના 500 વખત પ્રકોપ થઈ ચૂક્યા છે. પરંતુ હવે ડરવાની વાત નથી. ભારતમાં વર્ષ 2006માં પ્રથમ વખત બર્ડ ફ્લુનો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ H5N1 અને H5N8 વાયરસના 500થી વધુ સંયુક્ત પ્રકોપ નોંધાયા છે. વર્ષ 2006ના પ્રકોપને કારણે દેશને અંદાજે 2200થી 3000 કરોડ રૂપિયાનું પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાન થયું હતું.
प्रिय बहनों और भाइयों, एक खुशखबरी आपको दे रहा हूँ। बर्ड फ्लू एक ऐसी बीमारी है, जो यदि फैल जाए तो भारी नुकसान करती है। बड़ी संख्या में मुर्गियाँ तो मारी जाती ही हैं, लेकिन मुर्गियों से इंसानों में भी इस बीमारी के फैलने का खतरा रहता है और अब तक 500 बार बर्ड फ्लू का प्रकोप हमारे देश में हो चुका है।
लेकिन अब डरने की बात नहीं है। भारतीय कृषि अनुसंधान परिषद के निसाद संस्थान ने एक ऐसी स्वदेशी वैक्सीन बना ली है, जो मुर्गियों को अगर लग गई तो बर्ड फ्लू रोग से वे बच पाएँगी और केवल मुर्गियाँ नहीं बचेंगी, मुर्गियों के बचने के साथ-साथ इंसानों में भी यह बीमारी नहीं फैलेगी और जो इस महामारी के कारण नुकसान होता है, उस नुकसान से बचा जा सकेगा।
20 नवंबर को यह पूर्णतः स्वदेशी वैक्सीन, जो प्रधानमंत्री जी की प्रेरणा से बनी है, देश को समर्पित की जा रही है, धन्यवाद।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 19, 2026
આત્મનિર્ભર ભારતની દિશામાં મોટી સફળતા
ભારત લાંબા સમયથી કૃષિ, પશુપાલન અને પશુ આરોગ્ય ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. બર્ડ ફ્લુ જેવી પડકારજનક બીમારી સામે દેશમાં જ રસી વિકસાવવી આ પ્રયાસોની મોટી સફળતા છે.






