ગોદાવરી એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

હૈદરાબાદઃ તેલંગાણાના બીબીનગરની પાસે વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ ગોદાવરી એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી, ટ્રેનના પાટા પરથી ખડી પડતાં પેસેન્જરોમાં અફરાતફરી મચી ગઈ હતી. દક્ષિણ-મધ્ય રેલવેએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

દક્ષિણ-મધ્ય રેલવેના જણાવ્યા મુજબ વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ ગોદાવરી એક્સપ્રેસ ગાડી નંબર 12727ના S1થી માંડીને S4 અને GS-SLR સુધીના છ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેન હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી. આ ઘટના આજે સવારની છે. એનાથી કોઈ મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ હતી. એના માટે 040 27786666 પણ જારી કરવામાં આવ્યો છે.

રેલવે મુજબ પટરી પરથી ઊતરી ગયેલા ડબ્બામાંને ટ્રેનને અલગ કરીને પેસેન્જરોને કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને લીધે આ રૂટની અન્ય ટ્રેનો પર પણ અસર પડી છે. ગોદાવરી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઊતરવાને કારણે આ લઇન પર ચાલતી અન્ય ટ્રેનોના રસ્તામાં અડચણો આવી હતી.

રેલવે દ્વારા આ રૂટ પરથી પસાર થતી સાત ટ્રેનોને રદ કરવામાં આવી છે અને 12 ટ્રેનોને આશિંક રૂપે રદ કરવામાં આવી છે, જયારે એક ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી છે. આ ડિરેલમેન્ટને લીધે કાઝીપેટ અને સિકંદરાબાદ વચ્ચેની ટ્રેનોને અસર થઈ હતી. રેલવે સત્તાવાળાઓ આ ટ્રેકની મરામત કરી રહ્યા છે.