સુકેશનો ‘આપ’ પાર્ટીને રૂ. 60 કરોડ આપ્યાનો આરોપ

નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં મોટો દાવો કર્યો છે. તેણે જણાવ્યું છે કે તેણે આમ આદમી પાર્ટીને રૂ. 60 કરોડ આપ્યા છે. હું આ વાત દિલ્હીના રાજ્યપાલને લેખિત રૂપે આપી ચૂક્યો છે. સુકેશને રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને મંડોલી જેલ અધિકારીઓની સામે આરોપ લગાવતાં તેણે એ વાતનો દાવો કર્યો હતો કે જેલની ફરિયાદ મોકલવા માટે તેને હેરાન કરવામાં આવી રહ્યો છે.

MCD ચૂંટણી પહેલાં ચંદ્રશેખરે કેટલાય પત્ર લખ્યા હતા, જેમાં આરોપ લગાડ્યો હતો કે આપ નેતા સત્યેન્દ્ર જૈને તેની પાસે સુરક્ષા માટે પૈસા માગ્યા હતા અને અનેક વખત દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ પર હુમલા કર્યા હતા.

ચંદ્રશેખર ન્યાયિક હિરાસતમાંથી વધારાના સત્ર જસ્ટિસ શૈલેન્દ્ર મલિકની સમક્ષ રજૂ થયો અને એ દરમ્યાન તેણે જેલમાં ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે જજને કહ્યું હતું કે જેલ અધિકારીઓ દ્વારા મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું દિલ્હીના મુખ્ય મંત્રીની સામે સાક્ષી છું. હવે તો મારી પર દબાણ કરી રહ્યા છે. મને માનસિક રૂપે હેરાન કરવામાં આવે છે અને મને પરેશાન ના કરવામાં આવવો જોઈએ.

સુકેશે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ પર રાજ્યસભાની સીટના બદલામાં રૂ. 50 કરોડ લેવાનો આરોપ લગાવ્યો હતો.  આ સિવાય સુકેશે કેજરીવાલ પર અનેક વેપારીઓને જોડીને તેમની પાર્ટીને રૂ. 500 કરોડ એકઠા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સુકેશે તેણે જણાવ્યું હતું કે એના બદલામાં તેને આમ આદમી પાર્ટી દ્વારા કર્ણાટકમાં એક મોટા પદ આપવાની ઓફર કરી હતી.