પ્રદૂષણ અટકાવવાના આઇડિયાઝ આપવા કોર્ટનું ગડકરીને નિમંત્રણ

નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદૂષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, પરંતુ આબોહવા ખરાબ કરવામાં ગાડીઓનો સિંહ ફાળો છે. પ્રદૂષણને રોકવા માટે દેશની સૌથી મોટી કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નીતિન ગડકરી પાસે સલાહ માંગી છે.

ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે, નીતિન ગડકરી પાસે ઘણા નવા આઈડિયાઝ છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ કોર્ટમાં આવે અને અમને પ્રદૂષણ રોકવાના ઉપાયો વિશે સમજાવે. તેઓ આ ઉપાયોને લાગૂ કરાવવાની સ્થિતિમાં પણ છે.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે કેન્દ્રીય મંત્રીને અહીંયા આવવા માટે કોઈ આદેશ નથી આપતા પરંતુ વિનંતી કરીએ છીએ કે તેઓ અહીંયા આવે અને નવા આઈડીયાઝ શેર કરે.

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ્યથી તમામ સાર્વજનિક પરિવહન વાહનો અને સરકારી વાહનોની જગ્યાએ ઈલેકટ્રિક વ્હીકલ લાવવાના મુદ્દા પર ઈચ્છા વ્યક્ત કરી કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી આ વિષય પર કોર્ટમાં આવીને વાત કરે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતા વાળી પીછે સોલીસીટર એ.એન.એસ નાદકર્ણીને પૂછ્યું કે શું મંત્રી કોટની સહાયતા માટે વાતચીત કરવા અહીંયા આવી શકે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું પર્યાવરણ મંત્રી સુપ્રીમ કોર્ટ આવી શકે છે અને વિજળી અથવા હાઈડ્રોજનથી ચાલનારા બીનપ્રદૂષણકારી વાહન લાવવાના પ્રસ્તાવ પર જાણકારી આપી શકે છે? નાદકર્ણીએ કહ્યું કે નેતાઓ કોર્ટમાં ઉપસ્થિત થાય તે કંઈ ખોટુ નથી. પીઠે કહ્યું , અમે સમજીએ છીએ કે પ્રશાંત ભૂષણ રાજનૈતિક વ્યક્તિ છે, પરંતુ તેઓ મંત્રી સાથે પૂછપરછ કરવા નથી બોલાવી રહ્યા.