નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં અવિરત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 3303 લોકોનાં મોત થયાં છે, જ્યારે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1,06,750 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 5611 નવા કેસ સામે આવ્યા છે અને 140 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે 42,298 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને 39.62 ટકાએ પહોંચ્યો છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 500 નવા કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવનિડ-19ના 500 નવા કેસ નોંધાયા છે. આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10,554 થઈ ગઈ છે, જેમાં 5638 સક્રિય કેસો છે. જોકે આ વાઇરસે દિલ્હીમાં અત્યાર સુધી 166 લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.




