નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં પહેલી નવેમ્બરે કોંગ્રેસ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગકારોના અગ્રણી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. સંગઠને દિવાળીના તહેવાર સુધી રેલી મુલતવી રાખવાની અપીલ કરી છે.

CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમને માહિતી મળી છે કે તમારી પાર્ટી દ્વારા પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
25,000 કરોડ રૂપિયાનો તહેવારોનો વેપાર
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે, દિવાળી 8 નવેમ્બરે અને ભાઈબીજ 10 નવેમ્બરે છે. લોકો ધનતેરસ અને દિવાળીની ખરીદી એક અઠવાડિયા પહેલાંથી જ શરૂ કરી દે છે. ધનતેરસના અવસરે જ દિલ્હીમાં વિવિધ ક્ષેત્રોમાં અંદાજે 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે. તેમાં સોનું-ચાંદી, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, સૂકો મેવો, મીઠાઈઓ, ઓટોમોબાઇલ, વાહનો, મિલકતો અને ભેટસોગાદોની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વેપાર દિલ્હીની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે.
ત્રણ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે
CTIના અંદાજ મુજબ કોનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ અને મધ્ય દિલ્હીમાં સતત રેલીઓ, માર્ચ અને રસ્તાઓ બંધ રહેવાને કારણે દિલ્હીના વેપારીઓને અત્યાર સુધીમાં અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે એક વિડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે રામલીલા મેદાનના પાંચ કિલોમીટરના વિસ્તારમાં દિલ્હીનાં સૌથી ઐતિહાસિક અને પ્રખ્યાત જથ્થાબંધ તથા છૂટક બજારો આવેલાં છે.
STORY | CTI urges Rahul Gandhi to defer Nov 1 INDIA bloc rally, warns of Rs 10,000 crore trade loss
The Chamber of Trade and Industry (CTI) has urged Congress leader Rahul Gandhi to postpone the INDIA bloc’s November 1 rally at Delhi’s Ramlila Maidan until after November 10, warning that it could disrupt business worth Rs 10,000 crore during the peak Diwali shopping season.
READ: https://t.co/IsOoCXg3my
— Press Trust of India (@PTI_News) October 24, 2026
રેલીને કારણે વેપાર ઠપ થઈ જશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનું દિલ્હી રેલવે સ્ટેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પણ રામલીલા મેદાનની નજીક આવેલાં છે. દરરોજ લાખો વેપારીઓ અને ખરીદદારો આ સ્ટેશનો મારફતે દિલ્હીમાં આવ-જા કરે છે.
’10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે’
બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે હાલમાં દિવાળીની ખરીદીની મોસમ તેની ચરમસીમાએ છે. જો રેલી યોજાશે અને પોલીસે રસ્તાઓ બંધ કર્યા તો દિલ્હીના વેપારને અંદાજે 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.






