નવી દિલ્હીઃ અમેરિકાની મધ્ય સત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને લાગેલા ઝટકા બાદ ભારતમાં પણ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. CJPના પ્રમુખ અભિજિત દીપકેએ અમેરિકી ચૂંટણીનાં પરિણામોને લઈને CEC જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કર્યો છે. બીજી તરફ, CJPના પ્રવક્તા સૌરવ દાસે પણ ટ્રમ્પની પાર્ટીની હારને દુનિયાભરમાં મજબૂત નેતા અને સરમુખત્યારશાહી રાજકારણ વિરુદ્ધ બદલાતા જનમત સાથે જોડીને પ્રતિક્રિયા આપી છે.
‘જ્ઞાનેશ કુમાર હોત તો ટ્રમ્પને આવું થવા ન દેત’
અભિજિત દીપકેએ ટ્રમ્પની પાર્ટીને ચૂંટણીમાં લાગેલા આંચકા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર ટ્રમ્પ સાથે આવું ક્યારેય થવા ન દેત. તેઓ આડકતરી રીતે કહેવા માગે છે કે જો અમેરિકી ચૂંટણીની જવાબદારી જ્ઞાનેશ કુમાર પાસે હોત તો ટ્રમ્પને આ રીતે ચૂંટણીમાં ઝટકો લાગ્યો ન હોત.
Gyanesh Kumar would’ve never let this happen to Trump.
#JustSaying
— Abhijeet Dipke (@abhijeet_dipke) November 4, 2026
ઉલ્લેખનીય છે કે અભિજિત દીપકે અને તેમના સાથીઓ ભારતમાં ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકાને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચ ભાજપને ચૂંટણીમાં ફાયદો પહોંચાડે છે. જોકે આ તેમના રાજકીય આક્ષેપો છે.
સૌરવ દાસે સરમુખત્યારશાહી રાજકારણ પર સાધ્યું નિશાન
દીપકેના આ કટાક્ષ વચ્ચે સૌરવ દાસે પણ અમેરિકી ચૂંટણીનાં પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું હાઉસ અને સેનેટ બંને પરનું નિયંત્રણ ગુમાવવું સરમુખત્યારશાહી રાજકારણ માટે મોટો આંચકો ગણાવ્યો હતો.
Dictatorial Trump’s party loses control of both the US House and Senate! Seems like wanna-be Dictators are having a very tough time worldwide?
But do remember, it does not end with elections. The Dictator, his henchmen, and every SINGLE person that aided and abetted the Dictator’s acts must be punished.
— Saurav Das (@SauravDassss) November 4, 2026
સૌરવ દાસે લખ્યું હતું કે સરમુખત્યાર ટ્રમ્પની પાર્ટી અમેરિકી પ્રતિનિધિ ગૃહ અને સેનેટ બંને પર પોતાનું નિયંત્રણ ગુમાવી રહી છે. એવું લાગે છે કે દુનિયાભરમાં સરમુખત્યાર બનવાનો પ્રયાસ કરનારાઓ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. સૌરવ દાસે આ સાથે ચેતવણી પણ આપી હતી કે સરમુખત્યારશાહી રાજકારણ સામેની લડાઈ માત્ર ચૂંટણી જીતવા કે હારવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. તેમના મતે ચૂંટણી બાદ પણ સત્તામાં બેઠેલા નેતાઓ અને તેમના સહયોગીઓની જવાબદારી નક્કી કરવી જરૂરી છે.




