શારદીય નવરાત્રી 2025નો પ્રારંભ થઈ ગયો છે. લોકો માતાજીની આરાધનામાં લાગી ગયા છે. ટીવી ઉદ્યોગના સ્ટાર્સ પણ માતારાનીની પ્રાર્થના કરી રહ્યા છે. નોંધનીય છે કે ઘણી ટીવી અભિનેત્રીઓ છે, જેમણે સ્ક્રીન પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવી છે. આ યાદીમાં મૌની રોયથી લઈને સોનારિકા ભદોરિયા સુધીના નામ શામેલ છે.

નવરાત્રી 2025 આજથી શરૂ થઈ રહી છે, અને દેશભરમાં માતા દુર્ગા પ્રત્યેની ભક્તિ ફેલાઈ રહી છે. દર વર્ષની જેમ લોકો મા દુર્ગાની પૂજા અને અર્ચના કરવામાં લાગી ગયા છે. ટીવી ઉદ્યોગના સ્ટાર્સ પણ આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ઘણી ટીવી અભિનેત્રીઓએ મા દુર્ગાના પાત્રો ભજવ્ય છે અને ચાહકો પર તેની એક અલગ જ અસર રહી છે. ચાલો જાણીએ ટીવી પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવનાર અભિનેત્રીઓ વિશે.
કોયલ મલિક
મહાલયા દરમિયાન બંગાળી અભિનેત્રી કોયલ મલિકે ટેલિવિઝન પર ઘણી વખત દેવી દુર્ગાની ભૂમિકા ભજવી છે. તેણીએ ઝી બંગાળના મહાલયા શોથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો અને ઘણા વર્ષો સુધી દેવી દુર્ગાની ભૂમિકા ભજવી.
પૂજા શર્મા

લોકપ્રિય ટીવી અભિનેત્રી પૂજા શર્માએ નાના પડદા પર દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ મહાકાલી શૉમાંશાનદાર કામ કર્યું હતું. તે નવદુર્ગાના વિવિધ સ્વરૂપમાં જોવા મળી હતી.
રતિ પાંડે

અભિનેત્રી રતિ પાંડેએ “દેવી આદિ પરાશક્તિ” સીરિયલમાં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
આકાંક્ષા પુરી
આકાંક્ષા પુરીએ ટીવી સીરિયલ “વિઘ્નહર્તા ગણેશ” માં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી. તે ઘણી વખત દેવી દુર્ગા અને દેવી કાલીની ભૂમિકાઓમાં પણ જોવા મળી હતી. તેણીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા.
મૌની રોય

ટીવી અભિનેત્રી મૌની રોયનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેણી “દેવોં કે દેવ મહાદેવ” માં જોવા મળી હતી. અભિનેત્રીએ શોમાં દેવી સતીની ભૂમિકા ભજવી હતી. તેણીએ શોમાં ઘણી વખત દેવી દુર્ગાનું પાત્ર પણ ભજવ્યું હતું.
સોનારિકા ભદોરિયા

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા દેવી દુર્ગાના પાત્રમાં પરફેક્ટ હતી. લોકો આજે પણ તેમને તે ભૂમિકામાં યાદ કરે છે. નોંધનીય છે કે અભિનેત્રી સોનારિકા ભદોરિયા ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં જોવા મળી હતી.
ઇન્દ્રાણી હલ્દર
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ટીવી અભિનેત્રી ઇન્દ્રાણીએ દૂરદર્શનના “મહાલય” માં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. તેણીએ 2017 માં ઝી બાંગ્લાના “મહાલય” માં શક્તિશાળી દેવીના છ અવતાર પણ ભજવ્યા હતા. તેણીએ એટલી સરસ રીતે એ પાત્ર ભજવ્યું હતું કે આજે પણ, તેમને જોતા આપણને એવું લાગે છે કે દેવી આપણી સામે હાજર છે.
પૂજા બેનર્જી

પૂજાએ ટીવી શો “દેવોં કે દેવ મહાદેવ”માં પાર્વતીની ભૂમિકા ભજવી હતી. જ્યારે સોનારિકાએ શો છોડી દીધો ત્યારે પૂજાએ તેની જગ્યા લીધી. તેણીએ “જગ જનની મા વૈષ્ણો દેવી” માં માતા વૈષ્ણો દેવીની ભૂમિકા પણ ભજવી હતી.


