પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી ચાલુ છે, ત્યારે ફરી એક વાર બિહારમાં ફરી એક વખત NDAની જ સરકાર બનવાની શક્યતા છે. હાલના પ્રારંભિક વલણોમાં NDAએ ખૂબ મોટી લીડ બનાવી લીધી છે. પ્રારંભિક આંકડા મુજબ NDAએ બહુમત માટે જરૂરી 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. NDA હાલમાં 122થી વધુ બેઠકો પર આગળ છે. મતગણતરી હજુ ચાલુ હોવાથી NDAને વધુ બેઠકો પર પણ લીડ મળી શકે છે. . શું બિહારમાં નીતીશકુમાર ફરીથી CM બનશે?
બિહારમાં જીતનો જાદુઈ આંકડો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના મતોની ગણતરી આજે 8 વાગ્યાથી શરૂ થઈ છે. આજ સાંજ સુધીમાં સંપૂર્ણ પરિણામોની જાહેરાત થઈ જશે. બિહારમાં ફરી એક વાર NDA મોટી જીત તરફ વધી રહ્યું છે જ્યારે મહાગઠબંધન પાછળ રહી ગયું છે. બિહારમાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 122 બેઠકોનો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન છ નવેમ્બરે અને બીજા તબક્કાનું 11 નવેમ્બરે યોજાયું હતું. બંને તબક્કામાં કુલ મતદાન 67.13%રહ્યું, જે 1951 પછીનો અત્યાર સુધીનો સૌથી વધુ ટર્નઆઉટ છે. એટલું કહી શકાય કે બિહારની જનતાએ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે.
આજે પરિણામોનો દિવસ છે અને સૌની નજર એના પર છે કે બિહારમાં આગામી સરકાર કોણ બનશે. હાલ તો થોડા સમયની જ વાત છે—જલદી જ પરિણામ સ્પષ્ટ થઈ જશે.


